પોરબંદર
પોરબંદર નજીકના બિલેશ્વર ગામની સીમમાં થયેલા કાર સળગાવવા સહિતના ડખ્ખામાં રાજકોટ એસઆરપીના ડીવાયએસપીના પત્ની સહિત ૩ સામે ક્રોસ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગઇકાલે રાજકોટ એસઆરપીના ડીવાયએસપી અરભમભાઇ રાણાભાઇ ગોઢાણીયાના પત્ની આશાબેને તેની કાર સળગાવીને રિવોલ્વરની લુંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્ત્યારે હવે આ બનાવમાં ક્રોસ ફરિયાદ નોંધાઇ છે.

જેમાં બિલેશ્વર ગામમાં રહેતા જગદીશ ઉર્ફે જગા કારા મુશાળે ફરીયાદમાં એવું જણાવાયું છે કે, તેની અને આશાબેન અરભમ ગોઢાણીયાની વાડી અને ખેતર બાજુબાજુમાં આવ્યા હતા અને તેની ખેતરની પાસે આવેલ ખેતરમાં જગાભાઇ ની  પાંચેક વિઘા જમીન નિકળતી હતી.આથી આ જમીન થોડા સમય પહેલા આશાબેને પાવર ઓફ એટર્ની કરાવીને કબ્જો-ભોગવટો કર્યો હતો.આથી જગદીશે પોતાની નિકળતી જમીન માંગવા ગયો ત્યારે આશાબેન જમીન આપવા માંગતા નહીં હોવાથી ગાળો દઇ,જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે તેમજ અનંત નામના તેની સાથે રહેલા શખ્સે રિવોલ્વર બતાવી અને અજયે મદદગારી કરતા આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Advertisement