પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
રાણાવાવ ફોરેસ્ટ વિભાગ માં મજુરી કરતી પરિણીતા પર વારંવાર બળાત્કાર કરનાર વન કર્મી ના જામીન પોરબંદર કોર્ટે નામંજૂર કર્યા છે.

રાણાવાવ તાલુકાના જંગલ વિસ્તાર માં મજુરી કામ કરતી અને ફોરેસ્ટ ખાતાના ગેસ્ટહાઉસ માં સાફસફાઈ કરવા જતી પરણિતા એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું હતું કે પોતે રાણાવાવ ફોરેસ્ટ વિભાગ માં મજુરી કામ કરે છે અને ફોરેસ્ટ ના ગેસ્ટહાઉસ માં સાફસફાઈ કામ કરવા જતી હતી.અને ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતો સાગર વિરમભાઈ સીસોટીયા ત્યા અવાર નવાર આવતો જતો હતો.જેથી ફરીયાદી યુવતી ની એકલતા લાભ લઈ બળજબરી પૂર્વક બળાત્કાર કરેલ.અને કોઈને વાત કરશે તો  જાનથી મારી નાખવાની ધમકી આપેલ.અને એ રીતે ત્રણેક વખત બળજબરી પુર્વક બળાત્કાર ગુજારેલ.

જે બાબતે યુવતી એ આરોપી ફોરેસ્ટકર્મી સાગર વિરમભાઈ સીસોટીયા વિરૂધ્ધ વિગતવાર ની ફરીયાદ રાણાવાવ પોલીસ રૂબરૂ આપેલ.અને પોલીસે આરોપી વિરૂઘ્ધ ગુન્હો દાખલ કરતા આરોપી નાશી ગયેલ.ત્યારબાદ પોરબંદર લોક્લ ક્રાઈમ બ્રાન્ચ દવારા આરોપી ની શોધખોળ શરૂ કરી આરોપીની સદર ગુન્હામાં અટક કરી કોર્ટ માં રજુ કરતા કોર્ટ દવારા જેલ હવાલે કરેલ.

જેલ હવાલે થયેલ આરોપી સાગર વિરમભાઈ સીસોટીયા એ સદરહુ ગુન્હામા પોતાને ખોટી રીતે સંડોવી દીધેલ હોય અને નિર્દોષ હોવાનુ જણાવી જામીન પર મુકત થવા અરજી કરેલ.આરોપી ની જામીન અરજીનો સરકાર તરફે એડીશ્નલ પબ્લીક પ્રોશીક્યુટર સરકારી વકીલ અનિલ લીલા એ વિરોધ કરી જણાવેલ કે હાલનો આરોપી ફોરેસ્ટ કર્મી છે.અને મજુરી કામે આવતી પરણિત યુવતી ને ધાકધમકી આપી બળજરી પુર્વક ફોરેસ્ટ ના ગેસ્ટહાઉસ મા બળાત્કાર ગુજારી કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય.ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ જામીન આપી શકાય નહી.બન્ને પક્ષો ની દલીલો સાંભળી સરકારી વકીલ અનિલ લીલા ની દલીલ,તથા પોલીસ તપાસ ના  કાગળો ધ્યાને લઈ આરોપી સાગર વિરમભાઈ સીસોટીયા ની જામીન પર મુક્ત થવાની અરજી પોરબંદર ના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દવારા નામંજુર કરવામા આવેલ હતી.

Advertisement