રાણાવાવ
રાણાવાવ શહેર ના નવા બસ સ્ટેન્ડ થી લેન્ડ મોર્ગેજ બેંક સુધી ના રસ્તા પર પાલિકા એ રેકડી કે કેબીન રાખવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે રાણાવાવ પાલિકા દ્વારા નવા બસસ્ટેન્ડ થી લેન્ડ મોર્ગેઝ બેન્ક સુધીના રસ્તા ઉપર રેકડી કેબીન રાખી વેપાર કરતા રેકડી કેબીન ધારકોને નોટીસ પાઠવી અને એવું જણાવ્યું છે કે તા. ર૮-૦૯-ર૦૧૯ થી આ રોડ ઉપર રેકડી , કેબીન રાખવા ઉપર નગરપાલિકા રાણાવાવ દ્રારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમજ રાણાવાવ શહેરમાં ફ્રુટ ની લારી ઉભી રાખી ફ્રુટ નો વેપાર કરવા માટે દીનેશભાઇ કાનજીભાઇ રાયચુરાની દુકાનથી નટવરચોક સુધી અને હુશેની પાનથી દરબારગઢ ચોક સુધીના રસ્તા ઉપર આવેલ દુકાનોના વેપારીઓને કે ટ્રાફીકને, કે રાહદારીઓને અડચણરૂપ ન થાય તે રીતે લારી રાખી ફ્રુટ નો વેપાર કરી શકાશે તેમજ રાણાવાવ શહેરમાં લારી ગલ્લાં રાખી ખાણી-પીણી અને ઠંડા પીણાનો ધંધો કરતાં લારી ગલ્લાં ધારકોને પણ જાહેર નોટીસથી જાણ કરી છે કે તારીખ ર૮-૦૯-ર૦૧૯ થી ખાણી-પીણી અને ઠંડા પીણાનો લારી ગલ્લાં રાખી ધંધો કરવા ઇચ્છતા લારી ગલ્લાં ધારકોએ સરકારી હાઇસ્કુલથી પશ્ચિમ તરફના રોડ ઉપર સ્ટેશન રોડ સુધી તેમજ કરશનભાઇના કાર્યાલય સુધી તેમજ અંજુમન પુલથી ઉતર દક્ષિણ તરફ જતાં રોડ ઉપર ટ્રાફીકને કે રાહદારીઓને અને આ રોડ ઉપર ના દુકાન ધારકોને તેમજ રહેણાંક મકાનોને નડતરરૂપ ન થાય તે રીતે લારી ગલ્લા રાખી ખાણી-પીણી અનેઠંડા પીણાનો વેપાર કરી શકશે. તેમજ રાણાવાવ શહેરમાં શાકભાજીની હરતી ફરતી લારીથી ફેરી કરતા શાકભાજીના ફેરીયાઓ રાણાવાવ શહેરના ઉપરોકત પ્રતિબંધિત વિસ્તાર સિવાયના કોઇ પણ વિસ્તારમાં શાકભાજીની હરતી ફરતી લારીથી ફેરી કરી શકશે.અને નોટીસ માં જણાવેલા રસ્તા સિવાય ના રસ્તે ૨૮-9 બાદ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુ નો વેપાર કરવા લારી ગલ્લા રાખશે તો પાલિકા દ્વારા ૫૦૦ રૂપિયા નો દંડ કરી અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે