Monday, October 2, 2023

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ તાલુકા ની સરકારી પ્રાથમિક શાળાઓ માં મામલતદાર દ્વારા મધ્યાહન ભોજન ની આકસ્મિક ચકાસણી

પોરબંદર

કોરોના ના કારણે રાણાવાવ ની સરકારી પ્રાથમિક શાળાઓ માં છેલ્લા બે વર્ષ થી બંધ કરવામાં આવેલ મધ્યાહન ભોજન ફરી શરુ કરવામાં આવતા મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે મામલતદાર દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.

રાણાવાવ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓ માર્ચ-ર૦ર૦ થી કોરોના મહામારીના કારણે બંધ થતા બાળકોને બપોરનું ભોજન આપવાના બદલે પીએમ પોષણ અંતર્ગત મઘ્યાહન ભોજન તરીકે અનાજનું વિતરણ અને કુકીગ કોસ્ટ પુરી પાડવામાં આવતી હતી.ત્યાર બાદ તાજેતર માં મધ્યાહ્ન ભોજન યોજના ના સંયુકત કમિશ્નર ની સૂચના અન્વયે તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮માં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન કેન્દ્ર પર બપોરનું ભોજન આપવાની કામગીરી શરૂ કરવા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.અને આજે તા.૩૧ થી સમગ્ર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવ્યું છે.આથી રાણાવાવ મામલતદાર સંજયસિંહ અસવારે વીરપુર વનાણા ના મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે બાળકોની વચ્ચે ભોજન લઇને કેન્દ્રની તપાસણી કરવામાં આવી હતી છે.જયારે એમડીએમ સુપરવાઈઝર મીરાબેન જોષી એ ભોદ ગામે આશાબા સીમશાળા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે