રાણાવાવ

રાણાવાવ ગામે એક પ્રૌઢે વચેટ ભાઈ ના શાળા છોડ્યા ના પ્રમાણપત્ર માં છેડછાડ કરી ખોટો દસ્તાવેજ ઉભો કરી અને તેનો ઉપયોગ નોકરી મેળવવામાં કર્યો હોવાની ખુદ પ્રૌઢ ના જ સૌથી નાના ભાઈ એ પોલીસ ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
રાણાવાવ તાલુકા ના ખીજદળ ગામની નૈયળ સીમ માં રહેતા અને ખેતીકામ કરતા ચના કેશવભાઈ ભૂતિયા (ઉવ ૫૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમના સૌથી મોટાભાઈ ગોગન કેશવ ભૂતિયાહાલ રાણાવાવ પાણી પુરવઠા બોર્ડ માં વર્ગ ૪ ના કર્મચારી તરીકે ફરજ બજાવે છે.જયારે તેમનો વચેટ ભાઈ માલદે ગોગન આઠ વરસ પહેલા મૃત્યુ પામ્યો છે.સૌથી મોટાભાઈ ગોગને નોકરી માં ચડવા માટે વચેટ ભાઈ માલદે ના શાળા છોડ્યા ના પ્રમાણપત્ર માં માલદે ની જગ્યા એ ગોગન લખી ખોટી છેડછાડ કરી અને નોકરી મેળવી હતી હકીકતે ગોગન ની જન્મતારીખ ૧/૬/૬૦ છે પરંતુ પાણીપુરવઠા વિભાગ માં નોકરી મેળવવા માટે વચેટ ભાઈ ના શાળા છોડ્યા ના પ્રમાણપત્ર માં છેડછાડ કરી અને નોકરી મેળવી હતી અને હાલ પણ સરકારી પગાર મેળવે છે ઉપરાંત ગોગને આટલે થી જ ન અટકતા રાણાવાવ મામલતદાર ને ગેરમાર્ગે દોરવા અને પોતાની નોકરી વધુ કરવાના ઈરાદે ઉમર ઘટાડવા માટે ફોજદારી પરચુરણ અરજી દાખલ કરી પોતે સરકારી શાળા ખીજદળ માં ધો ૧ સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં અને નોંધણી કરી હોવા છતાં સરકારી અધિકારી ને ગેરમાર્ગે દોરવા,સાચી હકીકત છુપાવવા ખોટા સોગંદનામાં કરી ,આધાર કાર્ડ,પાન કાર્ડ,લીવીંગ સર્ટિફિકેટ ની કોપી રજુ કરી જન્મતારીખ ૧/૬/૧૯૬૦ ની કરવા હુકમ કરી સરકારી તંત્ર ને ગેરમાર્ગે દોર્યું છે. પોલીસે આ અંગે વિવિધ કલમ અંતર્ગત ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ ના પગલે રાણાવાવ પંથક માં અનેક ચર્ચાઓ જાગી છે

Advertisement