Sunday, September 25, 2022

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ખાતે સંત શિરોમણી શ્રી જલારામબાપા ની પુણ્યતિથિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ

પોરબંદર

રાણાવાવ માં સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની પુણ્યતિથિ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં નાત જમણ,મહાઆરતી,સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

રાણાવાવ માં સમસ્ત લોહાણા મહાજન અંતર્ગત શ્રી જલારામ સેવા સત્સંગ મંડળ દ્વારા સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની પુણ્યતિથિ ની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં લોહાણા મહાજન વાડી ખાતે સમૂહ નાત જમણ, સારસ્વત ભુદેવો નું સમૂહ ભોજન,મહા આરતી તથા સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો નું શ્રી જલારામ સેવા સત્સંગ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.તથા રાણાવાવ શહેર,સ્ટેશન પ્લોટ, અમરદડ,આદિત્યાણા,તથા સિમેન્ટ કોલોની વિસ્તારમાં રહેતા રઘુવંશી પરિવારો ખૂબ મોટી સંખ્યા માં જોડાયા હતા. કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ જ્ઞાતિજનો જલારામ બાપા ની પુણ્યતિથિ એ સંગીત સંધ્યા માં રસ તરબોળ થયા હતા.તેમજ પૂજ્ય બાપાની મહા આરતી કર્યા બાદ સૌ રઘુવંશીઓએ મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.તથા જ્ઞાતિ ગંગા ના દર્શન કર્યા હતા તેમજ જલારામ સેવા સત્સંગ મંડળ ના આયોજન ને સૌ કોઈ એ બિરદાવ્યું હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે