પોરબંદર
રાણાવાવ ના બાપોદર ગામે શિક્ષિકા એ વિદ્યાર્થીઓ ને સ્વેટર સહીત ની ચીજવસ્તુ નું વિતરણ કર્યું હતું.

રાણાવાવ તાલુકાની પે સેન્ટર શાળા રાણા વડવાળા કુમાર શાળાની પેટા શાળા ભારાવારી સીમ શાળા બાપોદર ખાતે ભાષાના શિક્ષક તરીકે મદદનીશ શિક્ષક તરીકે જિજ્ઞાશાબેન કનેરિયા ની તાજેતર માં બદલી થઇ છે.આ શાળામાં કુલ 47 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.હાલમાં ઠંડીથી વિધાર્થીઓની પરિસ્થિતિ જોઈ જિજ્ઞાસાબેન તરફથી તમામ વિદ્યાર્થીઓ ગરમ સ્વેટર, પેન, રબબર અને ચોકલેટ ભેટમાં આપ્યા છે.આ સેવાનાં કાર્યો ને બિરદાવી શાળાના આચાર્ય આરતીબેન પટેલ અને શાળા વ્યવસ્થાપન સમિતિ ભારાવારી સીમ શાળા અધ્યક્ષ પરબતભાઈ કોડિયાતર અને તમામ વાલીઓએ ખુબ જ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા છે.તાજેતર માં જ તેઓની મોકર પ્રાથમિક શાળામાંથી ભારાવારી સીમ શાળા બાપોદર ખાતે બદલી થઇ છે.

 

Advertisement