પોરબંદર

જુનાગઢ રેન્જ, જુનાગઢ ના પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીએ પોરબંદર, પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ. ઍન.એમ.ગઢવી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફનાં માણસોને જેલમાં સજા કાપતાં કાચા/પાકા કામનાં કેદીઓ વચગાળા રજા ઉપર જઇ હાજર નહિ થવાનાં બદલે ભાગી જતાં હોય.જે કેદીઓને પકડી જેલ હવાલે કરવા માટે સખત સુચના આપેલ.

પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફનાં માણસો પોરબંદર સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ. પિ.કે.બોદર તથા પો.કોન્સ. વજશીભાઈ માલદેભાઈને બાતમીરાહે હકિકત મળેલ કે, પાકા કામનાં ફરાર કેદી સંજય હરીશભાઈ ડોડીયા રહે. ભડ ગામ જિ.પોરબંદર વાળો ખાપટ નાગ દેવતા ના મંદિર પાસે ઉભેલ છે જેથી બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતાં પાકા કામનાં ફરાર કેદી સંજય હરીશભાઈ ડોડીયા ઉ.વ. 36 રહે. ભડ ગામ જિ.પોરબંદર વાળા હાજર મળી આવેલ તેઓનો કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ આવેલ. જેથી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા આપવા તજવીજ કરવામાં આવેલ.

મજકુર ગિર સોમનાથ મરિન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.6/2016 ઇ.પી.કો.કલમઃ- 304 મુજબનાં ગુન્હાનાં કામે સંજય હરીશભાઈ ડોડીયા રહે. ભડ ગામ જિ.પોરબંદર વાળાનૉ નામ.કોર્ટમાં કેસ ચાલી જતાં હત્યાનાં ગુન્હામાં સજા થયેલ.જે સજા તેઓ રાજકોટ મધ્યસ્થ જેલમાં કાપતાં હોય.ત્યાંથી તા.16/03/2021 થી 14 દિવસની ફર્લો રજા ઉપર ગયેલ.તેઓને તા.31/03/2021નાં રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય.તેઓ સમયસર રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ નહિ અને ફરાર થઇ ગયેલ. આમ, પોરબંદર, પેરોલ ફર્લો સ્કોડના ટીમને હત્યાનાં ગુન્હામાં સજા કાપતાં પાકા કામનાં ફર્લો જમ્પ કેદીને પકડી પાડવામાં સફળતા મળેલ.

આ સમગ્ર કામગીરીમાં પોરબંદર, પેરોલ ફર્લો સ્કોડનાં પો.સ.ઇ. એન.એમ.ગઢવી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં ઍ.એસ.આઇ. ઍ.જે.સવનિયા તથા હેડ કોન્સ. પિ.કે.બોદર તથા પો.કોન્સ. પ્રકાશભાઈ ગોરધનભાઈ તથા વજશીભાઈ માલદેભાઈ તથા રોહિતભાઈ વસાવા તથા ઉપેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.

Advertisement