પોરબંદર
રાજકોટ ખાતે આજ થી વડાપ્રધાન મોદી પર આધારિત ચિત્રો અને ફોટોગ્રાફ્સ સહીત ની કલાકૃતિઓ નું પ્રદર્શન શરુ થયું છે આ પ્રદર્શન માં પોરબંદર ના છ જેટલા ચિત્રકારો ની કૃતિ પણ મુકવામાં આવી છે જેને રાજકોટ ના કલારસિકો એ વખાણી છે .તો બીજી તરફ પોરબંદર ના સીનીયર આર્ટીસ્ટ બલરાજભાઈ પાડલીયા ના મહાત્મા ગાંધી તથા રવીન્દ્રનાથ ટાગોર પર આધારિત ચિત્ર  ને કલકતા ની આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શિત કરાયુ છે

રાજકોટના રેસકોર્સમાં આવેલી શ્યામપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે વડાપ્રધાન મોદી પર આધારિત ચિત્રો અને આર્ટનું મેગા એક્ઝિબિશન રીવાબા જાડેજા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં તેમનું નાનપણ, યુવાવસ્થાથી લઇ અત્યાર સુધીના દરેક તબક્કાનું જીવન ચિત્રો અને આર્ટમાં જોવા મળી રહ્યું છે. 200થી વધું આર્ટિસ્ટોએ વડાપ્રધાનના જીવનને ચિત્રોમાં કંડાર્યું છે. એક્ઝિબિશનમાં મોદીના 1 હજારથી વધુ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.જેમાં પોરબંદર ના છ જેટલા આર્ટિસ્ટો કિંજલ ઓડેદરા,રૂપેશ ગજ્જર(રાજદીપ), નરેશગીરી ગૌસ્વામી,જય કિશોરભાઈ ગુર્જર,પરિમલ મકવાણા,જીજ્ઞા કિશોર એ તૈયાર કરેલા વડાપ્રધાન મોદી ના ચિત્રો પણ પ્રદર્શન માં મુકવામાં આવ્યા છે આ પ્રદર્શન માં વડાપ્રધાન મોદીના ફોટો તેમજ રંગીન ચિત્રો ઉપરાંત ફોટોગ્રાફી, રંગોળી, માટીકામ, પેઇન્ટિંગ, મોતીકામ, લાકડામાં કોતરણી, ભરતગૂંથણ, કાગળકામ, ધાતુમાં કોતરણી વગેરે અલગ અલગ કલાઓ જુદા જુદા 200 કલાકારો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. કલાકારોને પ્રોત્સાહીત કરવા તેઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યા માં કલારસિકો એ આ પ્રદર્શન નિહાળ્યું હતું . આ મેગા ફોટો એક્ઝિબિશનથી જુદા જુદા ત્રણ રેકોર્ડબ્રેક પણ શથે. 1 જુથી 5 જુન સુધી આ એક્ઝિબેશન યોજાશે. શનિવારથી સોમવાર સુધી આ એક્ઝિબિશન જાહેર જનતા માટે સવારના 10થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ એક્ઝિબેશન પોઝિટીવ રેવોલ્યુશન ટ્રસ્ટ, નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ અને આર્ટિસ્ટ ચેમ્પિયનશીપ ગ્રુપ દ્વારા થઇ રહ્યું છે.

પોરબંદરના ચિત્રકાર બલરાજભાઈ પાડલિયાનું પેઇન્ટિંગ “નોબેલ ફ્રેંડસ” પૂજ્ય ગાંધીજી તથા રવીન્દ્રનાથ ટાગોર પર દોરેલ ચિત્ર કલકત્તાની આર્ટગેલેરી ખાતે પ્રદર્શિત કરાયું છે .એન આર્ટિસન,કલકતા દ્વારા આયોજીત “માઇ ઓન ટાગોર” પર સમગ્ર ભારતના કુલ 33 ખ્યાતનામ ચિત્રકારોએ પોતાના ચિત્રો પ્રદર્શન માટે મુકેલ. તારીખ 25.05.2019ના રોજ આર્ટસ્કેર ફાઉન્ડેશન,AA 111F-30 ન્યૂ ટાઉન કલકત્તા ખાતે ઉદઘાટન સુપ્રસિદ્ધ ચિત્રકાર સુવાપ્રશંનન્ના તથા ડો.સત્યેનરાય ચૌધરી ચાન્સલર સિસ્ટર નિવેદિતા યુનિ વર્સીટીના વરદ હસ્તે આ પ્રદર્શન નો પ્રારંભ થયો હતો . જેના કયુરેટર કલકત્તા ના સુશાંત દાસ રહેલ.

 

Advertisement