પોરબંદર
પૂ. જલારામબાપાની 221 મી જન્મજયંતી નિમિતે પોરબંદર ની રઘુવંશી એકતા લેડીઝ ટીમ ની બહેનો દ્વારા સત્યનારાયણ મંદિર ખાતે જલારામબાપાની 221 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે.જેને જલારામ જયંતીના શુભ દિવસે લોકોના દર્શનાર્થે ખુલી મુકવામાં આવી છે.

આ પ્રસંગે મહાઆરતી નું આયોજન પ્રેરક હિતેશ કારીયાના માર્ગદર્શન માં કરવામાં આવેલ.જેમાં મુખ્ય અતિથિ પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા,શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા,નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ સરજુભાઈ કારિયા,પૂર્વ કાઉન્સિલર ભલાભાઈ મૈયારીયા,ગીગનભાઈ બોખીરીયા,મહામંત્રી મહેન્દ્રસિંહ ચાવડા,ભીખુભાઇ ગૌસ્વામી,સત્યનારાયણ મંદિરના મુખ્ય ટ્રસ્ટી ભરતભાઇ માખેચા, શિલાબેન માખેચા વિગેરેની ઉપસ્થિત માં મહાઆરતી અને પૂજન કરીને આ 221 ફૂટની વિશાળ રંગોળી ખુલી મુકવામાં આવી હતી.

રંગોળી બનાવવા માટે લેડીઝ ટીમ ના 15 જેટલા બહેનો એ  75 કિલો જેટલો કલર નો ઉપયોગ અને 6 કલાકની જહેમત બાદ જલારામ બાપાની આ સુંદર વિશાળ રંગોળી બનાવી હતી.
કાર્ય ને સફળ બનાવવા માટે રઘુવંશી એકતાના લેડીઝ ટિમ મેમ્બર્સ ખુશી ઠકરાર,રજનીબેન જોબનપુત્રા,ગીતાબેન તન્ના,વિભાબેન લાલચેતા,ભૂમિ કારિયા,જુલી રાયચુરા,સરોજબેન સિરોદરીયા,માનસી સિમરીયા,નયના સિમરીયા,વર્ષા દાવડા,વૃત્તિકા કાનાબાર,યામીનીબેન ધામેચા,નિરુબેન રાયચુરા,રીંકુ અટારા વિગેરે એ જહેમત ઉઠાવી હતી.

Advertisement