પરેશ નિમાવત,માધવપુર
માધવપુર ઘેડ તેમજ મૂળ માધવપુર ઘેડ ખાતે ગણેશ ચતુર્થી ના દિવસ થી ૫ દિવસ સુધી ૪ થી ૫ અલગ-અલગ સ્થળો ઉપર અલગ અલગ સંસ્થાઓ ના કાર્યકરો દ્વારા ગણેશજીની સ્થાપના કરી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો .અને ગઈ કાલે મોટી સંખ્યા માં લોકો એ એકત્ર થઇ ઢોલ શરણાઈ ના સુર સાથે વિધ્નહર્તા ને ભાવભરી વિદાય આપી હતી

Advertisement

માધવપુરના (RSS) રાષ્ટીય સ્વયંસેવક સંઘ તેમજ ૐ ગ્રુપ ,બાલ ગણેશ , કોળી સમાજ મૂળમાધવપુર તમામ ગ્રુપ દ્વારા ધામધૂમથી DJ ના તાલ સાથે નાચતે ગાજતે ઢોલનગારા ના તાલ સાથે ગણપતિ બાપા મોરિયા ના નારા સાથે ને ગણેશજી ની વિદાય ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને તમામ સંસ્થાઓ દ્વારા ગણેશજી ની પૂજા અર્ચના બાદ માધવપુર ના માધવચોક થી લઈને ગામના મુખ્ય માર્ગો ઉપર થી શોભાયાત્રા નીકળી હતી તે શોભાયાત્રા માધવપુર રામેશ્વર ચોપાટી ખાતે પૂર્ણ કરવા માં આવી હતી આ શોભાયાત્રા યાત્રા માં હજારો ની સંખ્યા માં ભાવીક ભક્તો , તેમજ પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા સહીત ના આગેવાનો જોડાયા હતા ત્યાર બાદ ગણેશજી ની મૂર્તિનું નું વિધિવત રીતે સમુદ્ર માં વિસર્જન કરવા માં આવ્યંગ હતું

માધવપુર ના તમામ આગેવાનો, ગ્રામજનો દ્વારા દર વરસે ૫ દિવસ ભવ્ય ગણેશ ઉત્સવ ઊજવા માં આવે છે જેમાં માધવપુર ,મૂળમાધવપુર સહીત અલગ અલગ ગામના તમામ કાર્યકરો સાથે મળી ને ૪ અલગ અલગ ગણેશજી ની મૂર્તિ નું સમુદ્ર માં વિસર્જન કરવા માં આવ્યું હતું
જુઓ આ વિડીયો

Advertisement