પરેશ નિમાવત , માધવપુર

માધવપુર ના ગદાવાવ જાપા નજીક ગઈ કાલે રાત્રી ના દસેક વાગ્યે એક ગૌમાતા 20 ફૂટ ઊંડા પાણી ભરેલા કુવા માં પડી જાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક સંજીવની નેચર ફાઉન્ડેશન ને જાણ કરી હતી આથી સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને દોરડું બાંધી કુવા માં ઉતરી અને ગૌમાતાને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને સંસ્થા ના યુવાનો એ પોતાના જીવને જોખમમાં મૂકી ને ગૌમાતાને બહાર કાઢવા માટે ભારે જહેમત ઊઠાવી હતી અને એક કલાકના રેસ્ક્યુ બાદ તે ગૌમાતાને જીવિત બહાર કાઢવામાં આવી હતી ત્યાર બાદ તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને ખુલ્લી મુકવામાં આવી હતી સંજીવની નેચર ફાઉન્ડેશન ના તમામ કાર્યકરો એ સ્થાનિક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેઓએ સમયસર સંજીવની નેચર ફાઉન્ડેશન ને જાણ કરી અને એક ગૌમાતાને બચાવવામાં સહભાગી બન્યા છે ત્યારે સંજીવની નેચર ફાઉન્ડેશન ના તમામ કાર્યકરોએ સ્થાનિકો નો હ્રદયપુર્વક આભાર માન્યો હતો.
સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ ની ટિમ હંમેશા ને માટે જીવ ને બચાવવા દરેક રેસ્ક્યુ ઓપરેશન માં એકટિવ હોય છે તેના દ્વારા પક્ષી બચાવ અભિયાન પણ ચાલવા માં આવે છે ને માધવપુર માં બર્ડ હોસ્પિટલ પણ ચલાવા માં આવે છે.ક્યાય પણ પક્ષીઓ કે વન્ય જીવ કે મૂંગા પશુઓ ઇજાગ્રસ્ત જોવા મળે તો પોતાના ખર્ચે પણ તેમ ને સારવાર આપવા માં આવે છે ક્યાય પણ પશુ , પક્ષી કે વન્ય જીવ ઇજાગ્રસ્ત હાલત માં જોવા મળે તો તાત્કાલિક સંજીવની નેચર ફાઉન્ડેશન નો સંપર્ક સાધવા સંસ્થા ના પરેશભાઈ નિમાવતે જણાવ્યું છે.

Advertisement