પોરબંદર
પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માધવપુર ધેડ‌મા ધણા સમયથી દીપડાએ આતંક મચાવ્યો હતો અને લોકો મા‌‌ ભય નો માહોલ જોવા મળી રહ્યો હતો તાજેતર માં માધવપુર પાસે આવેલા પાતા ગામે એક વાડીમાં દીપડા એ વાછરડી નુ મારણ કર્યું હતું આ અગાવ માધવપુર ચાવુડ ટીમ્બા વિસ્તાર માં પણ દીપડાએ અનેક પશુ ઉપર હૂમલો કર્યો હતો અને ઈજાગ્રસ્ત કર્યા હતા . 2 માસ દરમ્યાન દિપડાએ ૧૫ જેટલા પશુઓ પર હુમલો કરી ને તેમનુ મારણ કર્યુ હતુ ગત રવિવારે જ 7 જેટલા ઘેટાંઓનુ મારણ કર્યુ હતુ.માધવપુરના વાડી વિસ્તારના લોકો અવારનવાર દીપડો દેખા દેતો હોવાથી ભયભીત બન્યા હતા. જેથી તંત્રએ દીપડાને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરી હતી. ત્યારે ઘણાં દિવસની જહેમત બાદ આજે પુધર વાડી વિસ્તાર માં રહેતા પોપટભાઈ કાનાભાઈ ની વાડીએ થી ઝડપી લેવામાં સફળતા મળી હતી આ દીપડો નર હોવાનું અને તેની અંદાજીત ઉમર પાંચેક વરસ હોવાનું વન વિભાગ ના અધિકારીઓ એ જણાવ્યું છે.અનેક પશુઓ નું મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયો હોવાને કારણે સમગ્ર માધવપુર પંથક ના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement
Advertisement