પોરબંદર
માધવપુર સરકારી હોસ્પિટલ ના ત્રણ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો પર ગોરસર ટોલનાકા ના ચાર કર્મચારીઓ એ હુમલો કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ફાસ્ટ ટેગ ની લેન માં ઝડપ થી પસાર થવા બાબતે બોલાચાલી થતા હુમલો થયાનું પોલીસ ફરિયાદ માં નોંધાયું છે.

માંગરોળ ના લોએજ ગામે રહેતા અને છેલ્લા ત્રણ વરસ થી માધવપુર સરકારી હોસ્પિટલ ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ કરશનભાઈ અરજણભાઈ નંદાણીયા (ઉવ ૩૬)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની સાથે લોએજ ના જ ભરતભાઇ માલદેભાઇ ચાંદેરા,બામણ વાડા ના જગદિશભાઇ દેવશીભાઇ રાય તથા કંકાલા ના ગીરીશભાઇ કાનાભાઇ ચાંડેરા વગેરે ફરજ બજાવે બપોરે બે વાગ્યે ચારેય લોકો જગદીશભાઇની કાર લઇ કડછ ગામ ખાતે ફરજ પર ગયા હતા. અને ફરજ પુર્ણ કરી માધવપુર સી.એચ.સી ખાતે પરત ફરી રહ્યા હતા.

ત્યારે ચાર વાગ્યાના અરસામાં ગોરસર ટોલ નાકા ના ફાસ્ટ ટેગ લેઈન ખાતે પહોંચ્યા હતા.ત્યાં પહેલાથી જ એક બોલેરા પીકપ પડેલ હતી.અને તે બોલેરાના યાત્રીક ટોલ ટેકસ વાળા સાથે કોઇ બાબતે વાતચીત કરતા હતા.કરશનભાઈ ને માધવપુર ખાતે પહોચવા માં મોડુ થતુ હોવાથી તેઓની કાર ના હોર્ન વગાડતા ત્યાં ઉભેલ એક કર્મચારીએ મોડુ થતુ હોય તો કાર પાછળ લઇ બાજુની લાઇન પરથી જવાનું કહ્યું હતું.તે વાતચીત દરમ્યાન કર્મચારી ઉશ્કેરાઇ ગાળો બોલવા લાગતા કરશનભાઈ એ તેને ગાળો આપવાની ના પાડી હતી.અને ગાળો બોલતા હોય તેનુ મોબાઇલ માં રેકોર્ડીંગ કરવા લાગતા ત્યાં હાજર હીન્દીભાષી કર્મચારી ચારેય ને હીન્દી માં ગાળો આપવા લાગ્યો હતો.

આથી તેઓ તથા ભરતભાઇ તથા ગીરીશભાઇ સમજાવવા નીચે ઉતરતા તેઓ ત્રણ થી ચાર હીન્દીભાષી લોકો એક સંપ થઇ ત્રણેય ને માર માર્યો હતો.આ ઝગડો ચાલતો હતો તે દરમિયાન ટોલ પ્લાઝા પર ફરજ બજાવતો જયરાજ રામાભાઇ મકવાણા નામનો શખ્શ હાથમાં લાકડી જેવો પી.વી.સી નો પાઇપ લઇ ત્રણેય પર હુમલો કર્યો હતો.જેથી ત્રણેય ને ઈજાઓ થઇ હતી.બનાવ બનતા અન્ય લોકો દોડી આવ્યા હતા.અને તેઓને તેની કાર માં રવાના કર્યા હતા.ત્યાર બાદ ત્રણેય ઈજાગ્રસ્ત હોવાથી પ્રથમ માધવપુર અને બાદ માં કેશોદ ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement