માધવપુર ઘેડ
માધવપુર ઘેડ ખાતે આજે મહેર સમાજ ની વાડી ના પટાંગણમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ, નીદાન કેમ્પ સાથે ચતુષ્કોણીય સેવાકીય કાર્યક્રમ માનવતા પરિવાર દ્વારા યોજાયા હતા
માનવતા પરિવાર દ્વારા દર માસની ૨૨મી તારીખે અલગ અલગ દાતાઓ ના સહયોગ થી કેમ્પ નું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે કેમ્પ ના દાતા માધવપુર પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ સંજીવની નેચર ફાઉડેશન માધવપુર ઘેડ સાથે માનવતા પરિવાર ના તમામ કાર્યકરો ના આર્થિક સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.તાજેતર માં ચાલુ ફરજે અવસાન પામેલ માધવપુર ના પોલીસકર્મી સ્વ મેણંદભાઈ ઓડેદરા ના સ્મરણાર્થે યોજાયેલ આ કેમ્પમાં મોતીયો-ઝામર વેલ પરવાળા જેવા આંખો ને થતાં રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું અને તેમાંથી ઓપરેશનની જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા લઈ જવા માં આવ્યા હતા.જેમને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવમાં આવશે અને આ કેમ્પમાં 340 વ્યક્તિઓએ ચેકઅપ કરાવ્યું હતું તેમાંથી 72 દર્દીઓને ઓપરેશન માટે લઈ જવાયા હતા
માધવપુર પોલીસ સ્ટેશનમાં પીએસઓ તારીખે ફરજ બજાવતા પોલિસ કર્મચારી સ્વં. મેણંદભાઈ માલદેભાઈ ઓડેદરા જેનું તાજેતર માં ચાલુ ફરજ દરમ્યાન એટેક આવતા નું અવસાન થયું હતું તેમની યાદ માં ચતુષ્કોણીય સેવાકીય કાર્યક્રમ માધવપુર પોલીસ સ્ટેશન સ્ટાફ,સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ તેમજ માનવતા પરિવાર આર્થિક સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો કારણકે સ્વ મેણંદભાઈ પણ હંમેશાં સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા હતા ત્યારે તેઓની યાદમાં નેત્ર નિદાન કેમ્પ સાથે આ ચતુષ્કોણીય સેવાકીય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે બે મિનિટનું મૌન પાડી ને સ્વં.મેણંદભાઈ માલદેભાઇ ઓડેદરા ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ૨૫ જેટલા જરૂરિયાતમંદ લોકો ને ગરમ ધાબળા નું વિતરણ પણ કરાયું હતું તેમજ એક જરૂરિયાત મંદ વ્યક્તિ ને વોકર પણ અર્પણ કરાયું હતું

આ કેમ્પ માં માધવપુર પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ માનવતા પરિવાર ના તમામ કાર્યકરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની ભારે જહેમત ઊઠાવી હતી સાથોસાથ આ સેવાકીય કાર્યક્રમ માં આસપાસના ગ્રામજનો તેમજ વેપારીભાઈઓ, અધિકારીઓ સાથે અન્ય આગેવાનો માધવપુર પી એસ આઈ રમજાનભાઈ સિદી .પરિશ્રમ સ્કૂલ ના ટ્રસ્ટી પ્રવીણભાઈ રાવલિયા.અરૂણભાઈ રાવલિયા .રૂક્ષમણી મઢ ના મહંત સુધીરભાઈ નિમાવત. સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર પરેશ નિમાવત,માધવપુર ઘેડ.

Advertisement