પોરબંદર
આજે સમસ્ત મહેર સમાજ અને મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા દેગામ મહેર સમાજ ખાતે જાહેરસભા નું આયોજન કરાયું હતું.જેમાં મહેર સુપ્રીમ કાઉન્સિલ ને છેવાડા ના ગામડા થી માંડી ને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી વિસ્તારવા માટે ની ચર્ચા થઇ હતી જેમાં મહેર સુપ્રીમ કાઉન્સિલ નું “ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ” તરીકે નામાંકન કરવામાં આવ્યું હતું
આજની આ સભા સમાજને નવી ઉચાઈઓ પર પહોચાડવા માટે અને યોગ્ય વેગની સાથે સાથે યોગ્ય દિશા પણ જળવાઈ રહે તેની વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.જેમાં જામનગર,રાજકોટ, જુનાગઢ, અમદાવાદ તેમજ વિદેશ અમેરીકા, યુકે, કેનાડા, આફ્રિકા તેમજ પોરબંદર અને આસપાસના વિસ્તારમાંથી અનેક આગેવાનો અને શાતિજનોએ હાજરી આપી હતી. છેલ્લા વીસ વર્ષથી પોરબંદર વિસ્તારમાં કાર્યરત સંસ્થા મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા સામાજિક અને શૈક્ષણિક કક્ષાએ અનેક વિકાસાત્મક કાર્યો કરતા આવ્યા હતા તેમજ આ કાર્યો ભવિષ્યમાં પણ વઘુ વેગવંતા બને અને જ્ઞાતિ વિકાસ ની પ્રવૃત્તિ પોરબંદર વિસ્તાર પુરતી જ નહી પણ દેશ વિદેશ માં વસતા મહેર પરિવારો સુધી પહોંચાડવા માટે સંસ્થા ની પ્રણાલી માં માળખાગત ફેરફારો કરવા આવશ્યક બન્યા હતા અને સંસ્થા ના આગેવાનો સાથે ચર્ચાઓ કરી સર્વાનુમતે માળખાગત ફેરફરોને સર્વ સ્વીકૃતિ આપવામાં આવી હતી. આ સંદર્ભએ આ જાહેર સભામાં સંસ્થાના પૂર્વ પ્રમુખ અને સ્થાપક પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાનું અભિવાદન સંસ્થાના સક્રિય કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થાની સાથે રહી સંસ્થાની દરેક પ્રવૃત્તિઓમાં સાથ સહકાર આપતા ઉપપ્રમુખ ભરતભાઈ ઓડેદરા તથા સામતભાઈ સુંડાવદરાનું પણ આ તકે તેમની કામગીરીનું અભિવાદન સાથે તેઓનું બહુમાન કરવામાં આવેલું હતું.
સંસ્થાની ભાવી કામગીરીને વધુ અરસકારક બનાવા અને જ્ઞાતિ ઉત્કર્ષની પ્રવૃત્તિ છેવાડાના મહેર પરિવાર અને સમાજ સુધી પહોંચાડવાના શુભ આશયથી શ્રી મહેર સુપ્રિમ કાઉન્સીલ સ્થાપક પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા દ્વારા પ્રગત્તિના પ્રતિક સમી પ્રજવલિત મસાલ સંસ્થાના નવનિયુક્ત પ્રમુખ વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરાને અપર્ણ કરી અને સમાજને પ્રકાશિત કરવા આહલેક કરી હતી.આ સાથે સંસ્થાના પાંચ નવા ઉપપ્રમુખો ની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં પોરબંદરથી સાજણભાઈ રામભાઈ ઓડેદરા,જામનગરથી લાખાભાઈ મેરામણભાઈ કેશવાલા,રાજકોટથી બચુભાઈ સુકાભાઈ આંત્રોલીયા, જુનાગઢથી આલાભાઈ વિરમભાઈ ઓડેદરા તથા મહેર શક્તિ સેનામાંથી નવધણભાઈ લક્ષ્મણભાઈ મોઢવાડિયાનો સમાવેશ કરવામાં કરવામાં આવેલ છે.
આ પ્રસંગે મહેર સમાજની પ્રગતિના રાહબર અને પૂજય માલદેવ બાપૂના એક એક સિધ્ધાંત ને ચરિતાર્થ કરનાર મહેર સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખ ડો. વિરમભાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, સમાજની સાથે રહી તેમની પાંત્રીસ વર્ષની સામાજિક સફર માટે સમાજના સાથ અને સહકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, સમાજની ફક્ત ભૌતિક પ્રગતિ જ નહીં પણ સમગ્ર વિકાસ પર ભાર મુક્યો હતો.સમાજનો સાચો વિકાસ દરેક નાગરિક જાગૃત, શિક્ષિત અને વૈચારિક પ્રગત્તિ કરે ત્યારે જ સાર્થક બન્યો ગણાય તેમજ જ્ઞાતિ વિકાસની ભાવી કામગીરી માટે સંસ્થા તેમજ નવનિયુક્ત પ્રમુખ વિમલજીભાઈની સાથે રહી જરૂર પડીયે મારો સાથ અને સહકાર. આપતો રહીશ. ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના નવનિયુક્ત પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે વિશ્વભરમાં વસતા આપણાં દરેક મહેરભાઈઓ બહેનોને સંસ્થા સાથે જોડી જ્ઞાતિ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા પ્રયત્ન કરવા છે. જ્ઞાતિ વિકાસ માટે વ્યસનો તેમજ કુરીવાજોને સંપૂર્ણ તિલાંજલી આપવી પડેશે. વધુમાં વધુ યુવાનોને સક્રિય કરી યુવા શક્તિનો ઉપયોગ સમાજ વિકાસના કાર્યોમાં કરવો પડશે. આગામી સમયમાં સમાજના વિકાસ માટે સમાજ દરેક ક્ષેત્રો સુધી પહોચાડવા માટે સક્રિય પ્રયત્નો કરવામાં આવશે.
પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખિરીયાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમજ પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોગ્રેસ અર્જૂનભાઈ મોઢવાડિયા તથા કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તરફથી શુભેચ્છા સંદેશા સાથે શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત રામદેવભાઈ મોઢવાડિયા,રાણીબેન કેશવાલા, જીલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા,કોગ્રેસ જીલ્લા પ્રમુખ નાથાભાઈ ઓડેદરા,તાલુકા પંચાયતના પ્રમુખ આવડાભાઈ ઓડેદરા, વિરમભાઈ કારાવદરા, જુનાગઢ મહેર સમાજના પ્રમુખ પુંજાભાઈ સુત્રેજા, રાજકોટ મહેર સમાજના પ્રમુખપરબતભાઈ ઓડેદરા, બરડા વિકાસ સમિતિમાંથી ભીમભાઈ સુંડાવદરા અને લાખાણશીભાઈ ગોરાણીયા, ફટાણા મહેર સમાજના પ્રમુખ અશોકજીભાઈ ઓડદરા, મહેર શક્તિ સેનાના રાણાભાઈ ઓડેદરા તથા કરશનભાઈ ઓડેદરા તથા કાર્યકરો, પુંજાભાઈ રામાભાઈ ઓડેદરા,હિરલબા જાડેજા,અમદાવાદ મહેર સમાજના પ્રતિનિધિ નેભાભાઈ તથા અજીતભાઈ,ગ્રામ્ય,તાલુકા તથા જીલ્લાકક્ષાના સામાજિક અને રાજકીય આગેવાનો,શ્રી મહેર સુપ્રિમ કાઉન્સીલના ટ્રસ્ટીઓ તથા વિવિધ કમિટીઓના કાર્યકરો,શ્રી મહેર મહિલા વિકાસ મંડળના બહેનો,મહેર સોશ્યલ ગૃપના કાર્યકરો,મહેર આર્ટ પરીવાર,મહેર ક્રિએટીવ ગૃપ તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી અને સમાજની નવી ઉચાઈઓ સુધીના સફરમાં સહભાગી બનવા નિર્ધાર કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવાભાઈ ભુતિયા, સ્વાગત પ્રવચન દેવાભાઈ ઓડેદરા તથા આભારવિધી પોપટભાઈ ખુંટીએ કરી હતી. મહેર સમાજ – દેગામ ની સુંદર વ્યવસ્થા ત્યાના તમામ આગેવાનોએ કરી આપી હતી.

Advertisement
Advertisement