પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
સમુદ્રમાં ભારતીય જળસીમા ઓળંગી નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરી રહેલ પોરબંદરની 5 બોટ સામે કાર્યવાહી કરાશે.જેમાં ફિશરીઝ વિભાગ દ્વારા પાંચેય બોટ ના બોટના લાયસન્સ તથા ડીઝલ કાર્ડ સ્થગિત કરાશે.

સમુદ્રમાં ભારતીય જળસીમા નજીક તથા નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરવા પર પ્રતિબંધ છે.તેમ છતાં અનેક વખત ફિશિંગ બોટો જળસીમા ઓળંગે છે.જેથી આવી બોટ સામે કાર્યવાહી કરવામાં આવે છે.તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાં ભારતીય જળસીમા ઓળંગી નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી પોરબંદરની પાંચ બોટો ને ઝડપી લેવામાં આવી હતી.અને તેના દસ્તાવેજ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે પોરબંદર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીને સોંપી દેવામાં આવ્યા હતા.

ત્યાર બાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક વી.કે.ગોહેલ દ્વારા આ બોટો ના લાયસન્સ 90 દિવસ માટે તથા ડિઝલકાર્ડ 1 વર્ષ માટે સ્થગિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પાંચ બોટમાં રાજેશ અરજણ લોઢારીની ખોડિયાર દીપ બોટ, પ્રગ્નેશ માવજી જુંગીની દેવશુભ બોટ, કિરીટ બાબુલાલ ખોખરીની વિજય કિંગ બોટ, કમલાબેન વિનોદભાઈ મસાણીની સંકટમોચન બોટ અને સાગર અશોક મોદીની શ્રી આશાપુરા કૃપા બોટ નો સમાવેશ થાય છે.છેલ્લા નવ માસ માં જળસીમા ઓળંગી ફિશિંગ કરવા બદલ ૨૬ બોટો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક વી.કે.ગોહેલે જણાવ્યુ હતું કે IMBL ક્રોસ ન કરવું તેમજ નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરવા માછીમારોએ ન જવું જોઈએ. ભારતીય જળક્ષેત્ર માં માછીમારી કરી નીતિ નિયમનું પાલન કરવા અપીલ કરી છે.

Advertisement