પોરબંદર
પોરબંદરના પોરાઈ માતાજી મંદિર પાસે રહેતો યુવાન બે દિવસથી પહેલા ગુમ થયા બાદ આજે સવારે તેની લાશ જ્યૂબેલી પુલ નીચે ખાડી માંથી મળી આવી હતી.મૃતક ના માતા એ પુત્ર ની હત્યા થયા ની આશંકા દર્શાવી છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરના ઝુંડાળા વિસ્તાર માં આવેલ પોરાઈ માતાજીના મંદિર નજીક રહેતો અને છૂટક મજૂરીકામ કરતો મિલન ધનજી સોલંકી(ઉવ ૩૦)નામનો યુવાન બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારજનો ચિંતા માં મુકાયા હતા.સામાજિક કાર્યકર સંજય માળી દ્વારા પણ સોશ્યલ મીડિયા મારફત તેને શોધવા પ્રયત્ન હાથ ધરાયો હતો.અને શોધખોળ કર્યા બાદ તે મળી ન આવતા આ અંગે પોલીસ ને પણ જાણ કરી હતી.ત્યાર બાદ આજે સવારે તેનો મૃતદેહ જ્યૂબેલીના પુલ નીચે ખાડીમાં થી મળી આવ્યો હતો.જેથી યુવાનના માતા પિતા પણ આવી પહોંચ્યા હતા. સ્થાનિકો એ પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી ગઈ હતી.પરંતુ આ વિસ્તાર કયા પોલીસ મથકની હદમાં આવે છે. તે નક્કી કરવામાં કલાકો નીકળી જતા મૃતદેહ ચાર કલાક સુધી ત્યાં જ રઝળ્યો હતો.ફાયરબ્રિગેડ ની ટીમ પણ સ્થળ પર  હોવા છતાં તેણે પણ મૃતદેહ બહાર કાઢ્યો ન હતો.આથી મૃતક યુવાનના પરિવારજનો અને સબંધીઓએ ખાડીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આખરે આ વિસ્તાર કમલાબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.તેવું જાણવા મળતા પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.મૃતક યુવાન ની માતા સવિતાબેને કરુણ આક્રંદ સાથે જણાવ્યું હતું કે એક મહિલા બુટલેગર મિલનને દારૂ લેવા મોકલતી હતી.સામેકાંઠે દારૂ લેવા મોકલ્યા બાદ મિલન પરત આવ્યો ન હતો.જેથી મહિલા અને એક શખ્સે આ યુવાનને દારૂ બાબતે ડખ્ખો થતા હત્યા કરી હોવાની તેઓને શંકા છે.જો કે પોલીસે હાલ તો અકસ્માતે ડૂબી ગયા ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.અને મૃત્યુ નું સાચું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ સામે આવશે તેવું પોલીસે જણાવ્યું છે.મૃતક યુવાન પર પણ અગાઉ પ્રોહીબીશન અંગે બે થી ત્રણ ગુન્હા દાખલ થયા હોવાનું જાણવા મળે છે.

જુઓ આ વિડીયો 

Advertisement