રાણાવાવ
રાણાવાવ પાલિકા ના ચીફ ઓફિસરે પોલીસ સ્ટેશન માં લેખિત ફરિયાદ કરી છે જેમાં કોઈ શખ્શો એ પાલિકા ની કામગીરી અંગે ના વિડીયો બીભત્સ મેસેજ સાથે વાઈરલ કર્યા હોવાનું જણાવ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
રાણાવાવ પાલિકા ના ચીફ ઓફિસર એન ડી બારોટે પોલીસ સ્ટેશન માં લેખિત ફરિયાદ અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે રાણાવાવ પાલિકા દ્વારા ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે રાણાવાવ ની કાજીયા મસ્જીદ ની સામે પાલિકા ની રસ્તા ની જમીન પર અનાધિકૃત દુકાન નું કરેલ બાંધકામ તોડી દુર કરવા તેઓ તથા રાણાવાવ પી એસ આઈ ,એક્ઝેક્યુટીવ મેજિસ્ટ્રેટ,પાલિકા ના એન્જીનીયર,પીજીવીસીએલનાં અધિકારી,વગેરે જેસીબી ટ્રેક્ટર જેવા સાધનો સાથે સ્થળ પર ગયા હતા સ્થળ પર વિડીયોગ્રાફી કર્યા બાદ ઈસ્માઈલ કાસમ સમા ના વકીલે ચીફ ઓફિસર બારોટ ને બાંધકામ ન તોડવા અંગે હાઈકોર્ટ નો એક અઠવાડિયા નો મનાઈ હુકમ રજુ કરતા ચીફ ઓફિસરે બાંધકામ દુર કરવાનું મોકૂફ રાખ્યું હતું આ પાલિકા ની તમામ કામગીરી ને લગતા વિડીયો તથા બીભત્સ સંદેશાઓ કોઈ એ શોસ્ય્લ મીડિયા માં વાઈરલ કરેલ છે તેમજ ડીમોલીશન વખતે ચીફ ઓફિસર ને ધક્કા મારેલ તથા ગેરવર્તન પણ કર્યું હતું જેના કારણે સરકારી કચેરી અને અધિકારી ની બદનામી થતી હોવાથી ઈમેજ ખરડાય છે આથી આ અંગે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા અરજી માં જણાવ્યું છે અને તે અંગે ના જરૂરી પુરાવા હાર્ડ કોપી તથા સોફ્ટ કોપી માં પણ તેઓએ પોલીસ ને આપ્યા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે