પોરબંદર
પોરબંદર ના સોશ્યલ મીડિયા માં છેલ્લા ત્રણ દિવસ થી બાળકો ને કુતરા ના પીંજરા માં પૂરી અને માર મારવાના બે વિડીયો વાઈરલ થયા છે જેમાં બાળકો ને લાકડી વડે પણ ફટકારવામાં આવે છે આ બન્ને વિડીયો સોસ્યલ મીડિયા માં છત્રાવા ના વિદ્યાર્થીઓ ના અને મહિયારી ગામ ની શાળા માં તેમને માર માર્યો હોવાનું જણાવી અને વાઈરલ કરવામાં આવ્યા છે આ અંગે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી જેમાં આ વિડીયો છત્રાવા કે મહિયારી ના નહી પરંતુ કુછડી ના હોવાનું સામે આવ્યું છે જે મામલે ભોગ બનનાર બાળક ના પિતા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કુછડી ગામે રહેતા બાબુભાઇ પીઠાભાઇ ખરા નામના પ્રૌઢે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ છુટક મજુરી કરે છે અને તેનો નાનો પુત્ર મુકેશ કુછડી પે સેન્ટર શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરે છે, બાબુભાઇ તથા તેમના પત્ની ભાવનાબેન આેડદર ગામે નેશનલ હાઇવેનું કામ ચાલે છે ત્યાં તા. 10/7ના મજુરી કામે ગયા હતા તે દરમિયાન કુછડી પે સેન્ટર શાળામાંથી એવા પ્રકારનો ફોન આવ્યો હતો કે, ‘તમારો દિકરો મુકેશ ચોરી કરતા પકડાયો છે’ આથી તેઆે અને તેમના પત્ની ગામમાં આવતા પુત્ર એ એવું જણાવ્યું હતું કે, હરીશ ગોગનભાઇ આેડેદરા અને પોતે એમ બે જણા બપોરે ર વાગ્યે રીસેશમાં સ્કુલની વંડી ટપીને બાજુમાં આવેલ વેજાભાઇ જીવાભાઇ કુછડીયાની દુધની ડેરીએ ચોરી કરવા માટે ગયા હતા અને વેજાભાઇએ બન્નેને પકડી લીધા હતા આથી ઘરે લઇ જઇ, કુતરાને પુરવાના પાંજરામાં પુરી દીધા હતા અને ત્યારબાદ તેમના ઘરે પરબત કારાભાઇ કુછડીયા અને લીલા ખીમાભાઇ કેશવાલા તથા અન્ય બીજા લોકો આવ્યા હતા. પરબતભાઇ અને લીલાભાઇએ નાળિયેરના તાલા (લાકડી) તથા પ્લાસ્ટીકની નળીથી બન્નેના વાંસામાં તથા શરીર ઉપર માર માર્યો હતો તથા ઇલે. શોટ આપવાની બીક બતાવી ગાળ દીધી હતી. આથી ચોરી બાબતે પિતા બાબુભાઇએ પુત્રને ઠપકો આપ્યો હતો અને શરીરે બીજી કોઇ ઇજા નહી હોવાથી સારવારમાં લઇ ન ગયા હતા. ત્યારબાદ એવું જાણવા મળ્યું કે, બન્નેને માર મારવામાં આવ્éાે હતો તેનો વિડીયો વેજા જીવાભાઇ કુછડીયાએ સોશ્યલ મીડીયામાં વાઇરલ કર્યો છે આથી એસ્ટ્રાેસીટી એકટ સહિત જુવેનાઇલ જસ્ટીસ એકટની કલમ હેઠળ ગુન્હો નાેંધાવતા પોલીસે ત્રણેય આરોપીઆેની શોધખોળ હાથ ધરી છે.
આડેધડ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા ખરાઈ કરો
પોરબંદર ના સોશ્યલ મીડિયા માં ત્રણ દિવસ થી છત્રાવા ના નામે આ વિડીયો વાઈરલ થયો હતો જયારે હકીકત માં આ કુછડી નો વિડીયો છે તેવું સામે આવ્યું છે આથી જ્યાં સુધી આપણે જાતે કોઈ ઘટના ની જાણકારી ન હોય અથવા સોસ્યલ મીડિયા માં આવેલ મેસેજ,ઓડિયો,કે વિડીયો અંગે જાતે ખરાઈ ન કરીએ ત્યાં સુધી તે અન્ય ને ફોરવર્ડ ન કરવા જોઈએ ક્યારેક આ પ્રકાર ના વાઈરલ મેસેજ ના કારણે સહેર જીલ્લા માં સુલેહ શાંતિ નો ભગ થઇ શકે છે અને કાયદો અને વ્યવસ્થા ના પ્રશ્નો પણ સર્જાઈ શકે છે તો કેટલીક વખત ખોટા નામે કરાયેલા વાઈરલ મેસેજ ના કારણે કોઈ ની પ્રતિષ્ઠા ને પણ નુકશાન થઇ શકે છે

Advertisement