પોરબંદર
પોરબંદર ની સિવિલ હોસ્પિટલ માં આવેલ કેદી વોર્ડ માં પોલીસ માટે કોઈ સુવિધા જ ન હોવાનુ સામે આવ્યું છે અને અહી એક માત્ર ઓરડા માં પોલીસ ને પણ કેદી ની સાથે જ રહેવું પડે છે જેનાથી પોલીસ પર પણ ખતરો રહે છે તો બીજી તરફ ભીડભાડ વાળી જગ્યા એ આ વોર્ડ હોવાથી કેદીઓ ની સુરક્ષા માં પણ ખતરો રહે છે.

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં કેદી વોર્ડ માં એક માત્ર રૂમ છે જે રૂમ માં કેદી ની સાથે સાથે ફરજ પર ના પોલીસ જવાન પણ રહે છે અહી પોલીસ માટે કોઈ અલગ રૂમ ની વ્યવસ્થા નથી જેથી ઘણી વખત વોર્ડ માં દર્દીઓ ની સંખ્યા વધી જાય છે. કેટલાક કેદીઓ ને નીચે સુવડાવવામાં આવે છે અને પોલીસ ને પણ નીચે જ સુવું પડે છે ઉપરાંત એક જ વોર્ડ માં કેદી અને પોલીસ બન્ને હોવાથી અને ઘણી વખત કેદી ની સંખ્યા વધારે હોય ત્યારે ત્યારે પોલીસ ની સુરક્ષા માં પણ જોખમ સર્જાઈ શકે છે પોલીસ ને અલગ રૂમ ફાળવવામાં આવે તો કેદી વોર્ડ ને તાળું મારી અને ત્યાં પોતાની ફરજ બજાવી શકે ઉપરાંત આ વોર્ડ ની બહાર જ દર્દીઓ ની કતારો લાગે છે જેથી કેદીઓ ની સુરક્ષા મામલે પણ જોખમ સર્જાઈ સકે તેમ છે નિયમ પ્રમાણે કેદી ના વોર્ડ માં કેદી બહાર ના લોકો સાથે સીધા સંપર્ક માં ન આવવા જોઈએ પરંતુ અહી વોર્ડ ની બહાર જ દર્દીઓ ની કતાર લાગે છે આથી શાંત જગ્યા એ અને દર્દીઓ ની અવરજવર ન હોય તથા પોલીસ માટે પુરતી વ્યવસ્થા હોય તે પ્રકાર નો વોર્ડ કેદીઓ ને ફાળવવો તે પોલીસ અને કેદી બન્ને ની સુરક્ષા માટે હિત માં છે.

Advertisement