પોરબંદર
પોરબંદર જિલ્લાના કેન્સરના દર્દીઓને કિમો થેરાપી સહિતની સારવાર માટે અમદાવાદ સુધીના ધક્કાઓ ખાવા પડતા હતા.જોકે ખાનગી હોસ્પિટલમાં રૂ.10 હજારથી માંડીને 2 લાખ રૂ.સુધીનો ખર્ચ થાય છે.ત્યારે સરકારે સિવિલમાં કેન્સરની સારવાર માટે દવાઓ ઉપલબ્ધ કરવામાં આવતા દર્દીઓને સુવિધાનો લાભ મળશે.

રાજ્યના દરેક જિલ્લાની સિવિલમાં કેન્સરના દર્દીઓને સારવાર મળી રહે.અને મહત્વની ગણાતી એવી કિમો થેરાપીની સુવિધા મળી રહે.તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉજૈન ખાતે મેડિકલ એન્કોલોજીસ્ટ ડો. દિનેશ પેન્ઢારકરના માર્ગદર્શન હેઠળ 1 માસની કિમો થેરાપીની ખાસ તાલીમ વિવિધ જીલ્લા ના મેડીકલ ઓફિસર આપવામાં આવી હતી.જેમાં પોરબંદર સિવિલ હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર કે.સી. વ્યાસ અને એક નર્સે પણ તાલીમ લીધી હતી.ડો. વ્યાસ દ્વારા જિલ્લાના કેન્સરના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

કિમો થેરાપી પણ આપવામાં આવી રહી છે.પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા કિમો થેરાપીની દવા ઉપલબ્ધ ન કરાતા કિમો થેરાપીની દવા માટે કેન્સરના દર્દીઓને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડતા હતા.પોરબંદર સિવિલમાં કિમો થેરાપીની દવા ન હોવાથી દર્દીઓને બજાર માંથી કિમો થેરાપીની દવા લેવી પડતી હતી જેનો ખર્ચ વધી જતો હતો.કિમો થેરાપી અમદાવાદ લીધા બાદ જો કોઈ અસર થાય તો પોરબંદર સિવિલમાં સારવાર મળી જતી હતી.હાલ પોરબંદર સિવિલમાં સરકારે કિમો થેરાપીની દવા ઉપલબ્ધ કરી છે.

80 ટકા દવા આવી ગઈ છે અને 20 ટકા દવા આગામી સમયમાં આવી જશે.કેન્સરના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટેનો ખર્ચ રૂ. 10 હજારથી માંડીને રૂ. 2 લાખ સુધીનો આવતો હોય છે.પોરબંદર સિવિલમાં વિનામૂલ્યે દવા ઉપલબ્ધ થતા કેન્સરના દર્દીઓને અમદાવાદ સુધીના ધક્કા ખાવા નહિ પડે.અને ધર આંગણે જ કિમો થેરાપી સહિતની સારવાર મળી રહેશે.

Advertisement