પોરબંદર
પોરબંદર સહીત રાજ્યભર ના શિક્ષિત બેરોજગારો સાથે આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ ની પોરબંદર ખાતે ઓફીસ માં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ની નોકરી ની લાલચ આપી વ્યક્તિ દીઠ ૧૧૦૦ રૂપિયા ની છેતરપીંડી કરવામાં આવે છે પોરબંદર ખાતે ઓફીસ નું અસ્તિત્વ ન હોવા છતાં કાગળ પર ઓફીસ ઉભી કરી સોશ્યલ મીડિયા મારફત જ બેરોજગારો ને છેતરવામાં આવ્યા છે જો કે આ અંગે હજુ એક પણ પોલીસ ફરિયાદ થઇ નથી
પોરબંદર સહીત રાજ્યભર માં સોશ્યલ મીડિયા માં ક્રિએટીવ કન્સલ્ટન્સી ના લેટરપેડ વાળી પીડીએફ ફાઈલ વાઈરલ કરવામાં આવી છે જેમાં બેરોજગારો ને સંબોધી ને એવું જણાવ્યું છે કે આ એજન્સી આયુષ્માન ભારતના પ્રોજેકટ પર કામ કરે છે. અને આયુષ્માન કાર્ડ ઈસ્યુ કરવામાટે દરેક તાલુકામાં ૧૦ સેન્ટર ચાલુ કરવાના હોવાથી દરેક તાલુકામાં ૨૦ કોમ્પ્યુટર ઓપરેટરની જરૂરીયાત છે. આ આયુષ્માન ભારત નો પ્રોજેકટ ૨૦૨૪ સુધીનો રહેશે. આ પ્રોજેકટમાં ઓપરેટરને માનદ વેતન રૂ।. ૨૨૦૦૦/- આપવામાં આવશે. જો અરજદાર પ્રોજેકટમાં કામ કરવા ઈચ્છતા હો તો એગ્રીમેન્ટ ખર્ચ કૂલ રૂ. ૧૫૦૦/- અરજદારે આપવાના રહેશે. અરજી પત્રક સાથે રૂ।. ૧૧૦૦/- સ્ટેમ્પ પેપરના ઓનલાઈન પે કરવાના રહેશે. જે રકમ ક્યુઆર કોડ સ્કેન કરી ઓનલાઈન પેમેન્ટ આપવાનું જણાવ્યું છે જેમાં ફોન પે,ભીમ એપ,ગુગલ પે,પેટીએમ વગેરે મારફત પેમેન્ટ કરવા જણાવ્યું છે. જો કે અનેક બેરોજગારો એ તપાસ કરતા આ ક્રિએટીવ કન્સલ્ટન્સી ની જે ઓફીસ નું સરનામું ઓમ શિવશક્તિ ચેમ્બર ની સામે,એમજી રોડ ,પોરબંદર આપેલ છે ત્યાં તેવી કોઈ ઓફીસ જ અસ્તિત્વ માં નથી.જેથી તેઓને છેતરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
લેટરપેડ પર માત્ર ઈમેઈલ આઈડી અને પોરબંદર ઓફીસ નું ખોટું સરનામું
ક્રિએટીવ કન્સલ્ટન્સી ના લેટરપેડ પર કોઈ નું નામ કે મોબાઈલ નંબર આપવામાં આવ્યા નથી માત્ર પોરબંદર સ્થિત ઓફીસ નું સરનામું અને ઈમેઈલ આઈડી આપવામાં આવ્યા છે અને ઓફીસ નું સરનામું આપ્યું છે તે સ્થળે આવી કોઈ ઓફીસ જ અસ્તિત્વ માં નથી પરંતુ પાટણ, અમદાવાદ, ભરૂચ,વલસાડ સહીત ના દુર ના શહેર ના લોકો એ આ જાહેરાત સાચી હોવાનું માની ને ત્યાં બેઠા ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ પોતાને નોકરી મળે તેની રાહ જોઈ રહ્યા છે
દોઢ વરસ માં આ પ્રકાર નું આ ત્રીજું કૌભાંડ
પોરબંદર પંથક માં છેલ્લા દોઢ વરસ માં આ પ્રકાર નું ત્રીજું કૌભાંડ સામે આવ્યું છે અગાઉ પણ બે વખત આ પ્રકારે બેરોજગારો સાથે નોકરીના નામે છેતરપિંડી થઇ હતી પરંતુ તે સમયે પણ નજીવી રકમ હોવાથી આ ચિટર ટોળકી થી છેતરાયેલ કોઈ બેરોજગાર પોલીસ ફરિયાદ કરવા માટે આગળ આવ્યો ન હતો જેથી વધુ ગઠીયા ટોળકી દ્વારા છેતરપિંડી નો પ્રયાસ કરાયો છે

Advertisement