પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
પોરબંદર સહીત રાજ્યભર ના પોલીસ અધિકારીઓ ને ક્રાઈમ ડીટેકશન ની લાલચ આપી અને તેમની પાસે થી પૈસા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે .પોરબંદર ક્રાઈમ બ્રાંચ ના બે અધિકારીઓ સાથે પણ આ પ્રકારે છેતરપિંડી નો પ્રયાસ થતા તેઓએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે

પોરબંદર ક્રાઈમ બ્રાંચ ના પી આઈ પી ડી દરજી એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ૩૦/૦૬/૧૯ ના રોજ તેમના પર્સનલ મોબાઈલ પર કોઇ અજાણ્યા હિન્દીભાષી શખ્શે
મો.નં-૦૯૦૭૯૭૩૬૮૨૧ પરથી ફોન કરી અને ખાનગીરાહે બાતમી આપતા હોય તે રીતે એવું જણાવ્યું હતું કે તમોને ૬ ફોર વ્હીલર તથા ૧૧ ટુ વ્હીલર તેમજ બે વેપન્સ (હથીયાર) બાબતે હકીકત આપવા માંગુ છુ. જેમાં આરોપીઓ ને ઝડપી લેજો અને આ આયોજનના ભાગરૂપે ત્રણ આરોપીઓને ઇનોવા કારનો રૂ.૩૧૫૦૦૦/- માં સોદો કરવાના બહાને ત્યાં સુધી લઇ આવુ છુ. અમો હાલ મુંબઇ છીએ અને સોદાના ભાગરૂપે હુ રૂ.૧૫૦૦૦/- અહી એમને ચુકવી દઉં છુ અને
બાકોના ચુકવવાના થતાં રૂ.૩૦૦૦૦૦/- પોરબંદર ખાતેથી અમારા સબંધી પાસેથી અપાવી દઇશ તેમ જણાવ્યું હતું અને હાલ મારી પાસે હાથ ઉપર પૈસા ન હોય અત્યારે મારે ચુકવવાનાં થતાં રૂ.૧૫૦૦૦/- મારા ખાતામા તાત્કાલીક જમા કરાવી દો એટલે એમને રૂ.૧૫૦૦૦/- ચુકવીને અહીંથી અમો પોરબંદર આવવા નિકળી જઇશુ. તેવું પણ પી આઈ દરજી ને ફોન પર જણાવ્યું હતું ત્યારબાદ તે શખ્શે તેના મોબાઇલ માથી પી આઈ દરજી ને વોટસઅપ પર ચોર શખ્સો તથા સોદાવાળી ઇનોવા કારના ફોટા પાડી ને પણ મોકલ્યા હતા. અને ભરોસા માં લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે વખતે પી આઈ દરજી કામ માં વ્યસ્ત હોવાથી તેઓએ ફોન કરનાર ના ખાતા માં પંદર હજાર રૂપિયા જમા કરાવ્યા ન હતા જેથી ફોન કરનાર તાત્કાલીક રૂપિયા જમા કરાવવા અવારનવાર ફોન કરતો હતો .બાદ માં પી આઈ દરજી એ ક્રાઈમ બ્રાંચ ના પી એસ આઈ એચ.એન.ચુડાસમાને તથા અન્ય સ્ટાફ ને આ અંગે વાત કરતાં પી એસ આઈ ચુડાસમા સાથે પણ આ પ્રકારે બન્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું અને તેમને પણ ફોન કરનારે વોટ્સેપ પર કાર અને આરોપીઓ ના ફોટા મોકલી યુનીયન બેંક ઓફ ઇન્ડીયા મુંબઇ ના બેંક એકાઉન્ટ માં પૈસા જમા કરાવવા જણાવ્યું હતું ત્યારબાદ અવાર નવાર તે મોબાઈલ નંબરમાથી ફોન આવે છે અને એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનુ જણાવે છે પરંતુ તે શખ્શ પૈસા જમા કરાવવા અત્યંત ઉતાવળ કરતો હોય અને ખોટી બાતમી હકીકત આપી પૈસા પડાવવાની દાનતવાળો હોવાની શંકા જતાં પીઆઈ તથા પી એસ આઈ એ કોઈ રકમ જમા કરાવી ન હતી . ત્યાર બાદ તેઓએ આ અંગે તપાસ કરતા પોરબંદર જીલ્લા તથા ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લા-વિભાગના ટોચના પોલીસ અધિકારીઓ સાથે પણ તે શખ્શે તે જ મોબાઇલ નંબરથી વાત કરી સારૂ ડીટેકશન કરાવવા ની લાલચ આપી પૈસા પડાવી લેવા અને છેતરપિડી કરવાની કોશીશ કરેલી હોવાનું સામે આવ્યું હતું આથી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જાતે ફરીયાદી બની અને અજાણ્યા હિન્દીભાષી શખ્શ સામે ફોન કરી સારું ડીટેકશન કરાવવા અંગે ની લાલચ આપી એકાઉન્ટ માં પૈસા જમા કરાવવાનું કહી છેતરપીંડી કરી હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તમામ કોલ રેકોર્ડીંગ પણ તપાસ માટે સોપ્યું છે વધુ તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે
પોરબંદર સહીત રાજ્યભર ના પોલીસ અધિકારીઓ ને ચૂનો લગાડવાના આ પ્રકાર ના પ્રયાસ ને પગલે સમગ્ર પોલીસબેડા માં ચકચાર મચી ગઈ છે અને વિવિધ ચર્ચાઓ જાગી છે

Advertisement