પોરબંદર
અંધકારમાંથી ઉજાસ તરફ જવાની દિશા સૂચવતા દીપાવલી પર્વ નિમિતે શહેર માં રોશની નો શણગાર કરાયો છે. કોરોનાને કારણે લોકડાઉન અને કોવિડ ગાઇડલાઇનને કારણે તમામ ધર્મોના તમામ તહેવારો સાદાઇથી ઉજવાયા હતા. હવે પોરબંદર માં કોરોનાનો કહેર ઘટયો છે.અને સરકાર દ્વારા અનલોક-૫ની ગાઇડલાઇન મુજબ પ્રતિબંધો હળવા થયા છે.અને દિવાળીના તહેવારને કારણે નીકળેલી ખરીદીથી વેપાર ધંધામાં પણ તેજીની રોનક દેખાઇ રહી છે.

ત્યારે શહેરમાં મુખ્ય વ્યાપારી વિસ્તારો એમજી રોડ,એસવીપી રોડ,સહીત ના મુખ્ય માર્ગ પર આવેલ દુકાનો,શોરૂમ પર રોશનીનો ઝળહળાટ જોવા મળી રહ્યો છે.લાંબા સમયે શહેરમાં તહેવારોના આગમનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તંત્ર દ્વારા પણ વિવિધ સરકારી ઇમારતો પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.જેને કારણે શહેરમાં તહેવારની રોનક જોવા મળી રહી છે.

Advertisement