પોરબંદર

વિશ્વની સહુ થી મોટી શ્રેષ્ઠ એનજીઓની લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ના પોરબંદર ચેપ્ટર તો વર્ષ ૨૦૨૧-૨૨ ના હોદેદારો નો શપથગ્રહણ સમારોહ તા.૧૨-૯-૨૧ ના રોજ શહેર ના બીરલા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ સમારોહ માં અમરેલી થી ડીસ્ટ્રીકટ ગવર્નર એમજેએફ લાયન વસંતભાઈ મોંવાલીયા ઈન્સ્ટોલીંગ ઓફીસર તરીકે ખાસ ઉપસ્થિત રહયા હતા,નવા દાખલ થયેલા મેમ્બરોના ઇન્ડકશન ઓફીસર તરીકે જામનગર થી ફર્સ્ટ વાઈસ ડીસ્ટ્રીકટ ગવર્નર એસ.કે.ગર્ગ હાજર રહયા હતા.તેમજ પોરબંદર કલબ ના જ સેકન્ડ વાઈસ ડીસ્ટ્રીકટ ગવર્નર હીરલબા જાડેજા ઉપરાંત પુર્વ ગવર્નરો વિનોદભાઈ દતાણી તથા સુરેશભાઈ કોઠારી ની ઉપસ્થિતિમાં આ કાર્યફમ આયોજીત થયેલ હતો.

જેમાં જેતપુરથી પુર્વ ગવર્નરો ડો.પ્રિયવદન જોશી, ધીરજલાલ રાણપરીયા, જુનાગઢથી રીજીયન ચેરમેન લાયન રૂપલબેન લખલાણી પણ હાજર રહયા હતાં.લાચન્સ કલબ પોરબંદર ના વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રમુખ લાયન પંકજભાઈ ચંદારાણા સેફેટરી લાયન કેતન હીન્ડોચા, ટ્રેઝરર લાચન હિરેન પોપટ તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે લાયન નિધીબેન શાહ ની વરણી થતાં તેમને શપથ લેવડાવ્યા હતાં.લીઓ કલબ પોરબંદર ના પ્રમુખ તરીકે લીઓ શ્રીચા બદીયાણી અને લીઓ કલબ પોરબંદર (પર્લ્સ) ના પ્રમુખ તરીકે લીઓ નયના લોઢીયા ની નીયુકિત થયેલ હતી.

આ તકે, લાયન્સ કલબ પોરબંદર દ્વારા મેમ્બર્સ ડીરેકટરી તથા કલબ એકટીવીટી ના બુલેટીન નું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યફમ નું સંચાલન લાચન જીતેશભાઈ રાયઠઠા, ભીખુભાઈ સામાણી તથા લાયન જયેન્દ્રભાઈ હાથી એ કરેલ હતું અને આ સમારોહ સફળ બનાવવા સંસ્થા ના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ જીગ્નેશભાઇ કારીયા,જલારામ સેવા ટ્રસ્ટ,જેસીઆઈ, રોટરી ક્લબ,લાઇન્સ ક્લબ પોરબંદરપ્રાઈડ, ભારત વિકાસપરિષદ,સ્વસ્તિક ગ્રુપ,પોરબંદર કનઝરવેટરી,સેવ પોરબંદર સી,ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ દ્વારા શુભેચ્છા પાઠવેલ તેવું લાઇન્સ ક્લબ ના પ્રમુખ પંકજભાઈ ચંદારાણા એ જણાવ્યું હતું.

Advertisement