Thursday, August 18, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર યુવા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં થોડા કલાકો માં જ ૩૧૫ બોટલ રક્ત એકત્ર થયું

પોરબંદર

પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં ગણતરી ની કલાકો માં જ ૩૧૫ બોટલ રક્ત એકત્ર થયું હતું.

પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પ માં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા,મહામંત્રી અશોકભાઈ મોઢા,શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા ના હસ્તે કેમ્પ ની શરૂઆત માં દીપ પ્રાગટ્ય કરી કેમ્પ શુભ શરૂઆત કરવા માં આવી હતી.
રક્તદાન ની શરૂઆત માં જ શહેર યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી,મહામંત્રી સંદીપભાઈ પાંજરી,ચેમ્બર પ્રમુખ  જીગ્નેશભાઈ કારિયા,આજકાલ ના નિવાસી તંત્રી પાર્થભાઈ જોશી વગેરે એ રક્તદાન કરી સર્વે યુવાઓ ને રક્તદાન કરવા નો ઉત્સાહ વધારી સર્વે ને રક્તદાન કરવા આહવાન કર્યું હતું.રક્તદાન કેમ્પ ની શરૂઆતમાં જ રક્તદાતાઓ મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા અને ગણતરી ની કલાકો માં જ ૩૧૫ બોટલ રક્ત એકત્ર થયું હતું.
બાબુભાઇ બોખીરીયા,કિરીટભાઈ મોઢવાડીયા,અશોકભાઈ મોઢા,પંકજભાઈ મજીઠીયા,ચેમ્બર પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા,જિલ્લા યુવા ભાજપ પ્રભારી સુરપાલસિંહ ચુડાસમા,જિલ્લા યુવા ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા,પ્રદેશ કારોબારી સભ્ય કિંજન ભાઈ દત્તાણી,શહેર યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી,મહામંત્રી સંદીપભાઈ પાંજરી,જગદીશ ભાઈ બાપોદરા,નગરપાલિકા સદસ્ય ગાંગાભાઇ ઓડેદરા એ વિશેષ હાજરી આપી સૌ રક્તદાતાઓ નો ઉત્સાહ વધાર્યો હતો,અને આ રક્તદાન કેમ્પ મહારક્તદાન કેમ્પ સાબિત થયો હતો.

સર્વે રક્તદાતાઓ ને એક એક “JBL MINI BOOST સ્પીકર” ભેટ સ્વરૂપે આપવા માં આવેલ હતા પોરબંદર શહેર યુવા ભાજપ ના હોદેદારો અને કાર્યકરો ની મહેનતથી રક્તની ૩૧૫ બોટલ એકત્ર થઇ હતી જે જરૂરિયાતમંદ દર્દીઓ ને મળી રહેશે ભાજપ આગેવાનો દ્વારા પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ સાગર મોદી અને તેમની ટિમ ને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

આ પોસ્ટ શેર કરો

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on whatsapp
WhatsApp
Share on email
Email
Share on print
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે