પોરબંદર
ધી યુવા પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વેપારી, ઉધ્યોગપતી અને વિધ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે.જેમાં વિશેષરૂપે યુવાનો ને ઉધ્યોગસાહસીકતા અને વ્યાપાર માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે.અને તેને અનુલક્ષી સેમીનાર, વર્કશોપ અને ઈન્ડસ્ટ્રીયલ વીઝીટનું આયોજન થતું હોય છે.અને આ બધા ના ભાગરૂપે અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નીમીતે વુમન્સ સમીટનું આયોજન કરવામાં આવેલ હતું.
આ તબ્બકે તેમના ક્ષેત્રમાં વિશેષ સીદ્ધિ પ્રાપ્ત કરેલ પાંચ અલગ અલગ મહીલા દ્વારા તેમની કારર્કિદી અને સફળતાની માહીતી રજુ કરવામાં આવેલ હતી.તેમજ તેમનું સન્માન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં મૃદુલાબેન હિન્ડોચા,કૃપાબેન લોઢીયા,પ્રો. હિરલબેન જોશી,ડો. રીતીજ્ઞાબેન ગોકાણી તથા શાંતીબેન ભુતીયાને સકસેસફુલ વુમન એન્ટરપ્રન્યોર તરીકે આમંત્રણ આપવામાં આવેલ.અને તેઓ દ્વારા સરળ શૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.નારી સશક્તિકરણ ના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રમુખ પ્રમોદભાઈ ના સ્વાગત પ્રવચનથી થઈ હતી અને ત્યારબાદ પ્રાસંગીક પ્રવચન જતીનભાઈ હાથી દ્વારા આપવામાં આવેલ અને આખરે ઉપસ્થીત મહાનુભાવો દ્વારા મહીલાઓનું સન્માન કરવામાં આવેલ હતું.
આ પાંચે મહિલાઓનું સ્ટીપલીંગ આર્ટ ના સ્કેચ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ઉલ્લેખનીય છે કે તે આર્ટ બનાવનાર આર્ટીસ્ટ કુ.ધારાબેન જોશી હતા.અને તેનું પણ આ તકે સન્માન કરવામાં આવેલ હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રમોદ માવાણી, સેક્રેટરી શ્યામ રાયચુરા,પ્રો. ચેરમેન ધવલ રાયચુરા,યશ ઠકરાર,મોહીલ ગોંદિયા,હુસેન સાફી,તેજસ લાખાણી,પ્રતીક ભટ્ટ વિ. મેમબર્સ એ જહેમત ઉઠાવી હતી.તેમજ આ કાર્યક્રમનું સંચાલન ચાંદનીબેન થાનકી તથા હેમાંગીબેન ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતું.
આ તકે અનેક મહાનુભાવો ની વિશેષ ઉપસ્થીતી રહી હતી જેમાં અનીલભાઈ કારીયા,દિલીપભાઈ ગાજરા,હીરલબા જાડેજા,પ્રો. ડો. સુમીત આચાર્ય,ડો.પરાગ મજીઠીયા,ડો. નુતનબેન ગોકાણી,રીધ્ધીબેન માખેચા, ઋષિકાબેન હાથી, ભરતભાઈ રાજાણી વિ. અને તે સર્વેએ યુવા ચેમ્બર ની પ્રવૃતી ને વધાવી હતી.