ફાઈલ તસ્વીર

પોરબંદર
પોરબંદર મા માસ્ક મા ડબલ ભાવ પડાવતા મેડીકલ સ્ટોર સંચાલક સહીત અલગ અલગ જાહેરનામાં ભંગ બદલ ૧૧ જેટલા લોકો ની ધરપકડ કરાઈ છે
માસ્ક નો ડબલ ભાવ લેનાર સામે ગુન્હો
મેડીકલ સ્ટોર સંચાલક સામે એસેન્સીઅલ આટિર્કલ ડિલર્સ ઓર્ડર ની કલમ ભંગનો ગુન્હો નગરપાલિકાના માર્કેટ ઇન્સ્પેકટરે નોંધાવ્યો

પોરબંદરમાં એક મેડીકલ સ્ટોરના સંચાલક ૧૦ રૂપિયાના માસ્ક ર૦ રૂપિયામાં વહેંચતો હોવાથી પોલીસે તેની સામે ગુન્હો નોંધીને ધરપકડ કરી છે.
પોરબંદર નગરપાલિકાના માર્કેટ ઇન્સ. મહેશ બાબુલાલ ઓડેદરાએ એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ભરત મેડીકલ સ્ટોર નામની દુકાન ધરાવતા સુરેશ નાથાભાઇ ખુંટીએ માસ્કની એક ની કીંમત ૧૦ રૂપિયા હોવાને બદલે ગ્રાહક પાસેથી ર૦ રૂપિયા લઇને રાજય સરકારે નકકી કરેલ ભાવ કરતા વધુ ભાવે વેચાણ કરી નફો મેળવી ગુન્હો કર્યે હોવાનું જણાવી ગુજરાત એસેન્સીયલ આર્ટીકલ ડીલર્સ (રેગ્યુલેશન) ઓર્ડર ૧૯૭૭ની કલમ ૪પ મુજબ ગુન્હો નોંધીને સુરેશની ધરપકડ કરવામાં આવી છે
મેડીકલ સ્ટોર મા લોકો નું ટોળું એકત્ર કરવા નો ગુન્હો
હાલમાં કોરોના વાયરસનો ઉપદ્રવ ફેલાયો છે ત્યારે પોરબંદરમાં મેડીકલ સ્ટોરે માણસોનું ટોળુ ભેગું કરવા બદલ સંચાલક સામે ગુન્હો નોંધાયો છે.
પોરબંદરના નગીના મસ્જીદ સામે રહેતા અબ્દુલકાદરી તાહીરમહમદ ઓડેદરા સામે કીર્તિમંદિર પોલીસે એવો ગુન્હો નોંધ્યો છે કે, નગીના મસ્જીદ સામે આવેલી સંજરી મેડીકલે અબ્દુલકાદરીએ માણસોનું ટોળુ ભેગું કરી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભગં કર્યે હોવાનું જણાવ્ું છે
નિયમભંગ કરનાર ચાર દુકાનદારો ની પણ ધરપકડ
પોરબંદરમાં નિયમનો ભગં કરી દુકાન ખુલી રાખનારા ચાર વેપારીની ધરપકડ કરવામાં આવી છે.
પોરબંદર મોટી પોસ્ટ ઓફીસ સામે નેશનલ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ખુલી રાખનાર સૈફૂ દીન મોહસીનભાઇ ખેતી, રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા અને સુતારવાડામાં ચત્રભુજ સવજી નામની દુકાન ધરાવતા સમીર મહેશ ઠકરાર, નવા કુંભારવાડા શેરી ન.ં ર૯ માં રહેતા અને નગરપાલીકા કચેરી પાસે વૃજ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવતા પ્રતાપ ઉર્ફે સરજુ મનસુખલાલ પાંઉ, એસવીપી રોડ ઉપર સ્ટેશનચોકી સામે રહેતા અને સુંદર વિલાસ નામની હોટલ ધરાવતા ધવલ મનસુખ આડતીયા વગેરે એ જાહેરનામાનો ભગં કર્યે હોવાથી તેઓની ધરપકડ કરવામાં આવી હતી.
કામ વગર આટાફેરા કરનાર પાંચ ની ધરપકડ

લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી કાર્યવાહીઃ પોતાને અને અન્ય વ્યકિતને સંક્રમણ થવાની સંભાવતા હોવા છતાં જાહેરમાં આટાફેરા કર્યાનો ગુન્હો નોંધાયો

હાલમાં કોરોના વાયરસને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન છે અને જાહેરમાં અવર–જવરની મનાઇ છે તેમ છતાં પોરબંદર શહેરમાં પાંચ શખ્સો અલગ–અલગ વિસ્તારમાં આટાફેરા કરતા હતા ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તમામની ધરપકડ કરી હતી.
પોરબંદરના લાલપેલેસ ખોડીયાર મંદિર પાસે રહેતા દિનેશ નારણ શેરાજી કનકાઇ મંદિર સામે હતા, જુરીબાગ શેરી ન.ં ૧૧ના રાકેશ કાનજી સલેટ ગાંધી સ્મૃતિ ભવન સામે હતા, નવાકુંભારવાડા શેરી ન.ં ૩રમાં રહેતો કાસમ અબ્દુલલતીફ રાવડા શિતલાચોકના ખુણે હતો, ખારવાવાડ ખારીમસ્જીદ પાસે રહેતો અલ્પેશ કીશોર ભાદ્રેચા માણેકચોક એસબીઆઇ બેંક સામે હતો તથા ખારવાવાડ ખારીમસ્જિદ બાજુમાં રહેતો યોગેશ કાનજી ગોહેલ માણેકચોક શાકમાર્કેટમાં હતો ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પી.આઇ. દવે અને પી.આઇ. ચુડાસમા સહિત ટીમે આ પાંચે શખ્સો સામે આઇપીસીની કલમ ૨૬૯ મુજબ ગુન્હો નોંધીને લોકડાઉનમાં જાહેરમાં અવર–જવર કરવા પ્રતિબધં હોવા છતાં કોરોના વાયરસને પોતાને તથા અન્ય વ્યકિતને સંક્રમણ થવાની સંભાવના હોવા છતાં જાહેરમાં બિનજરૂરી અવર–જવર કરી બેદરકારીભર્યુ કૃત્ય કરતા તમામને પકડી લેવાયા હતા

Advertisement