Monday, October 2, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં 1 એપ્રિલ થી ડીઝલ વેટ રાહત ના બીલ માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે

પોરબંદર

પોરબંદરમાં ૧ એપ્રિલથી ડીઝલ વેટ રાહતના બીલ માત્ર ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે.જેથી બોટોના રજીસ્ટ્રેશન તાત્કાલિક કરાવી લેવા ફિશરીઝ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા હોડી અને બોટઘારકોને પરિપત્ર બહાર પાડી જણાવાયું છે કે બોટ અવરજવર માટેના ટોકન તા. ૧ ૪-૨૨થી ઓનલાઇન ટોકન સોફ્ટવેર મારફત જ મેળવવાના હોઇ,જે બોટમાલિકોનું ઓનલાઇન ટોકન સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેઓએ તાત્કાલિક પોતાની બોટોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવું તથા સોફટવેરમાં ખલાસીના નામ ચડાવવા,બોટના ચાર સાઇડના ફોટા અપલોડ કરવા, બોટ તથા બોટમાલીકના દસ્તાવેજો અપલોડ કરવા તથા ડીઝલ કાર્ડના આગળ તથા પાછળના પેજની નકલ ઓનલાઇન સોફ્ટવેરમાં અપલોડ કરવી જેવી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે. વડી કચેરી ગાંધીનગરનીસુચના મુજબ તા. ૧-૪-૨૨થી ઓલાઇન ટોકન આપવામાં આવશે નહીં. જો કોઇ બોટમાલિકને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં કોઇ તકલીફ પડતી હોય તો અત્રેની કચેરી, નજીકની ફીશરીઝ ગાર્ડ ઓફિસનો સંપર્ક સાધવો.

વધુમાં જણાવવામાં આવે છે કે વડી કચેરી, ગાંધીનગરના વેંચાણે લીધેલપત્ર-૨ મુજબ માછીમારોને અપાતા ડીઝલવેટ રાહતના બીલ તા.૧-૪-૨૨થી માત્ર ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે. જેથી તમામ ડીઝલ કાર્ડ ઘારક બોટ માલિકોને પોતાના ડીઝલ કાર્ડની વિગત જેવી કે ડીઝલ કાર્ડના આગળ તથા પાછળની પેઇજની નકલ ઓનલાઇન ટોકન સોફ્ટવેરમાં અપલોડ કરવાના રહેશે તેમજ પંપમાલિકોને જણાવવાનું કે જે તે પંપને કચેરી દ્વારા ફાળવેલા ફિઝલ કાર્ડ પૈકીના બોટમાલિકોને જ વેટ રાહતવાળું ડિઝલ વિતરણ કરવા સુચના આપવામાં આવે છે. તેમજ ડીઝલ કાર્ડ રીન્યુ થયાનો સિક્કો લાગ્યા બાદ જ તા. ૧-૪-૨૦૨૨થી ડિઝલકાર્ડ ઘારક બોટ માલિકો ઓનલાઇન સોફ્ટવેર દ્વારા સબસીડી ચુકવવાની હોવાથી ડીઝલ પંપના માલિકો દ્વારા ડીઝલના બીલો ઓનલાઇન ડીઝલ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. આ અંગેની સઘળી જવાબદારી પંપમાલીકોની રહેશે. જેની તમામ માછીમારોને નોંધ લેવી તેમ જણાવાયું છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે