Wednesday, September 28, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ૧૫ જુલાઈ સુધી માં બોટ વેરીફીકેશન કામગીરી પૂર્ણ કરાવી લેવા સુચના

પોરબંદર

પોરબંદર માં ફિશરીઝ વિભાગ દ્વારા ૧૫ જુલાઈ સુધીમાં હોડી કે બોટના વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરાવી લેવા બોટમાલિકોને સુચના અપાઈ છે.

પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા જિલ્લાના તમામ માછીમારો એસોસીએશન તથા આગેવાનોને લેખિત સુચના આપી જણાવ્યું છે કે ગાંધીનગર સ્થિત મત્સ્યોદ્યોગ કમિશ્નર ના હુકમ મુજબ તમામ હોડી, બોટ, માલિકોની ફિશીંગ હોડી, બોટોનું ઓનલાઇન ટોકન સીસ્ટમ સોફટવેરમાં વેરીફીકેશન કરવાનું ફરજીયાત છે.આ હુકમ અનુસંધાને ફિશરીઝ કચેરી દ્વારા હોડી,બોટના વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ વેરીફીકેશનની કામગીરી તા. ૧૫-૭ સુધીમાં પૂર્ણ કરવાની હોવાથી તમામ હોડી, બોટ માલિકોએ તેમની હોડી, બોટનું વેરીફીકેશન કરાવી લેવા.તથા આ કામગીરી કરવા સહકાર આપવા જણાવ્યું છે.વધુ માં એવું પણ જણાવ્યું છે કે જે હોડી, બોટનું વેરીફીકેશન ન થયું હોય તેવી હોડી, બોટને આગામી સીઝનથી ટોકન તથા ડીઝલ પરની સબસીડી આપવામાં આવશે નહીં.ઉપરાંત આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ મુજબ દંડને પાત્ર થશે તેવી પણ સૂચના આપવામાં આવી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે