પોરબંદર
પોરબંદરમાં એક ખાનગી કંપની દ્વારા ૧૫ જેટલા કામદારો ને ત્રણ વરસ પહેલા તેમના કોઈ પણ હક્ક ફંડ આપ્યા વગર છુટા કરી દેતા કામદારો એ લેબર કમિશ્નર કચેરી ખાતે વળતર ચુકવવા કેસ કર્યો હતો.જેમાં તમામ કામદારોને કુલ રૂ. 18 લાખ ચૂકવવા આસી. લેબર કમિશનરે હુકમ કર્યો છે.

Advertisement

પોરબંદરમાં ચમ સિન્થેટિક કંપની દ્વારા ત્રણ વરસ પહેલા તેમના 15 કામદારોને તેઓના હક્ક ફંડ ચૂકવ્યા વગર છુટા કરી દેવાયા હતા.આથી કામદારોએ એડવોકેટ વિજયકુમાર પંડ્યા મારફત લેબર કમિશનર કચેરી ખાતે પોતાના હક હિસ્સા નું વળતર મેળવવા કંપની સામે કેસ કર્યો હતો.જેનો તાજેતર માં ચુકાદો આવ્યો છે.

દરેક કામદાર ને ૭૦,૦૦૦ રૂપિયા થી બે લાખ રૂપિયા સુધી નું વળતર ચુકવવા હુકમ કર્યો છે.અને કુલ 15 કામદારોને રૂ. 18 લાખ વળતરના ચૂકવી આપવા આસિસ્ટન્ટ લેબર કમિશનર પટેલે કંપનીને હુકમ કર્યો છે.કામદારો ના વકીલ વિજયકુમાર પંડ્યા એ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં આવા ચુકાદા માં કામદારો ને વ્યાજની રકમ જજમેન્ટની તારીખથી મળવા પાત્ર થાય છે.તેને બદલે આ કેસમાં કામદારોને છુટા કર્યા તે તારીખથી વળતર મળશે તેથી આ પ્રકાર નો ચુકાદો પોરબંદર જિલ્લામાં પ્રથમ છે.

Advertisement