પોરબંદર

Advertisement

પોરબંદરમાં શ્રી વિઠ્ઠલેશ શ્રીમદ્‌ પ્રભુચરણ પ્રાકટ્ય મહોત્સવનું દિવ્ય આયોજન “શ્રી ગોવિંદ પ્રભુ સેવા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ભાવવિભોર બનીને જોડાયા હતા.
પોરબંદરમાં એમ.જી. રોડ પર આવેલ શ્રી ગોવિંદ નિકેતન હવેલીનાં આચાર્ય પ.પૂ.ગો. ૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રીની આજ્ઞાથી તથા યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રીના માર્ગદર્શન અનુસાર ‘શ્રી ગોવિંદ પ્રભુ સેવા મંડળ’ દ્વારા આયોજીત “શ્રી વિઠ્ઠલેશ શ્રીમદ્‌ પ્રભુચરણ પ્રાકટ્ય મહોત્સવ નું ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગુસાઈજી) નાં ૫૦૫ માં પ્રાદુર્ભાવ મહોત્સવ શુભ દિને ઉજવાયો હતો. આ ઉત્સવ નિમિતે શ્રી ગોવિંદ નિકેતન હવેલીમાં શ્રી નામ રત્નાખ્યાન સ્તોત્રના પાઠ તથા બૃહદ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો.૧૦૮શ્રી વસંતકુમારજી મહારાજશ્રી અને યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રી સહિત આચાર્યોની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રા શ્રી ગોવિંદ નિકેતન હવેલીથી પ્રસ્થાન કર્યુ હતું. એમ.જી. રોડ-યુગાન્ડા રોડ-એસ.વી.પી. રોડ પરથી લોહાણા મહાજનવાડી ખાતે ધર્મસભામાં રૂપાંતરીત થઇ હતી. લોહાણા મહાજનવાડી ખાતે પૂજ્યશ્રી આચાર્ય બાલકોનાં વચનામૃત યોજાયા હતા. ત્યારબાદ આપશ્રીનાં સાંન્નિધ્યમાં “શ્રી નંદ મહોત્સવ તથા “હાલારી રાસ નું આયોજન કરવામાં આવ્યું હતુ. આગંતુકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવી હતી. આ ઉત્સવને “જલેબી ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. “શ્રી ગોવિંદ પ્રભુ સેવા મંડળ દ્વારા યોજવામાં આવેલ આ ધર્મઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ગામેગામથી જોડાયા હતા અને ભાવવિભોર બન્યા હતા.

Advertisement