પોરબંદર
પોરબંદર ખાતે શૈક્ષણિક સંસ્થાઓ ની આજુબાજુ ૧૦૦ વાર ની ત્રિજ્યા માં તમાકુ ની કોઈ પણ બનાવટ નું વેચાણ કરવાની મનાઈ છે તેમ છતાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ ની આસપાસ તમાકુ,સિગરેટ નું ધૂમ વેચાણ થઇ રહ્યું છે જેનું કારણ તંત્ર દ્વારા માત્ર નજીવો દંડ વસુલવામાં આવે છે જેના લીધે અનેક વેપારીઓ દંડ ભરી અને ભયમુક્ત રીતે પોતાનો વેપલો ચલાવી રહ્યા છે
તાજેતર માં પોરબંદર જિલ્લા સેવા સદન પોરબંદર ખાતે જીલ્લા પંચાયત અંતર્ગત આવતી ટોબેકો કંટ્રોલ સેલ કમીટીની જિલ્લા કલેટકર ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં તમાકુયૂક્ત સોપારી-માવાના દુષણને નાથવા-રોકવા સામુહિક જનસહયોગ પર ભાર મુકાયો હતો.અને પોરબંદર જિલ્લામાં તા.૧૭ ડિસેમ્બરથી યલો લાઇન કેન્પેઇન અંતર્ગત શાળાની આજુ બાજુ ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની કોઇપણ બનાવટનું વેચાણ કરતા લોકો સામે ઝૂંબેશરૂપે કાર્યવાહી કરવા સાથે શાળાઓને તમાકુમૂક્ત કરવા કાર્યક્રમ યોજવાની જાહેરાત કરાઈ હતી તેમ છતાં શહેર અને જીલ્લા ની અનેક શૈક્ષણિક સંસ્થાઓ ની આસપાસ ખુલ્લેઆમ તમાકુ અને સિગરેટ સહીત ની વસ્તુઓ નું વેચાણ થાય છે આ અંગે તપાસ કરતા એવું જાણવા મળે છે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ ની કલમ 6 અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ ની આજુબાજુ માં ૧૦૦ વાર ની ત્રિજ્યા માં તમાકુ બનાવટ નું વેચાણ કરતા વેપારી ને માત્ર ૨૦૦ રૂપિયા ના દંડ ની જ જોગવાઈ છે આથી જયારે પણ ટોબેકો કંટ્રોલ સેલ નું ચેકિંગ આવે ત્યારે વેપારી ૨૦૦ રૂપિયા દંડ ભરી દે  છે અને બાકી ના સમય માં ભયમુક્ત રીતે પોતાનો વેપલો ચલાવે છે ટોબેકો કંટ્રોલ સેલ માં માત્ર બે જ કર્મચારીઓ હોવાથી અને તેમના પર સમગ્ર જીલ્લા ની જવાબદારી હોવાથી કડક ચેકિંગ થઇ શકતું નથી અને તેમના દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ ની કલમ -6 ના ભંગ બદલ આ વરસ માં માત્ર ૨૦૭ કેસ જ કરવામાં આવ્યા છે અને વેપારીઓ પાસે થી ૩૧૩૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે આથી શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ તમાકુ નું વેચાણ કરનાર સામે બીજી કે ત્રીજી વાર પકડાય તો કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આ કાયદાની યોગ્ય અમલવારી થઇ સકે હાલ તો આ કાયદો ફારસ રૂપ હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે પોરબંદર ના પછાત વિસ્તારો માં અનેક નાના બાળકો પણ તમાકુ અને માવા ના બંધાણી બની રહ્યા છે

Advertisement
Advertisement