પોરબંદર
પોરબંદરમાં એક મહિલા સહીત ત્રણે એક વૃદ્ધની 5 થી 7 કરોડ રૂપિયાની જમીન બોગસ દસ્તાવેજ ઉભા કરી પચાવી પાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેમાં વૃદ્ધ અવિવાહિત હોવા છતાં મહિલાએ વૃદ્ધની પત્ની અંગેનું બોગસ સર્ટી મેળવી વૃદ્ધના નામે સ્ટેમ્પ ખરીદી ખોટા દસ્તાવેજ બનાવી લીધા હોવાનું જણાવ્યું છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરના ખાખચોક વિસ્તારમાં રહેતા બદરૂદીન ગુલામહુસેન આડતીયા(ઉવ ૭૫) નામના વૃદ્ધે નોંધાવેલ પોલીસ ફરિયાદ માં જણાવ્યું હતું કે પોતે અભણ છે.અને લગ્ન કર્યા નથી.અને તેની વડીલોપાર્જિત ખેતીની જમીન ઉધોગનગર પોલીસ મથક નજીક આવેલી છે.અને આ જમીન ના 2015થી પોતે એકમાત્ર માલિક છે.

તા. 29/06/2020ના રોજ તેઓએ જિલ્લા સેવા સદન માંથી જમીન ના 7/12 અને 8/અ ના દસ્તાવેજ મેળવતા તેઓ ચોકી ઉઠ્યા હતા.કારણ કે તેમની જમીન ખાંભોદર ગામે રહેતા ખીમા લખુ ગોઢાણીયા ના નામે રજીસ્ટર થઈ ગઈ હતી. આથી દસ્તાવેજની ખરી નકલ મેળવતા દસ્તાવેજમા વૃદ્ધના પત્ની તરીકે કોઈ રોશનબેન નામની મહિલા બતાવેલ હતી. અને બદરૂદીનભાઈ એ તેની પત્નીને પાવર ઓફ એટર્ની આપી દીધો હોઈ તેવું દર્શાવેલ હતું.અને તેમાં તેઓની સહી પણ હતી.પરંતુ વૃદ્ધ અભણ છે અને લગ્ન પણ કર્યા ન હતા.જેથી કોઈ મહિલાએ રોશનબેન નામ ધારણ કરી પત્ની નહિ હોવા છતાં પત્ની તરીકે ખોટા દસ્તાવેજ બનાવ્યા હોવાનું જણાયું હતું.

અને તે મહિલા એ રોશનબેન નામ ધારણ કરી તા.25/06/2019 ના દિવસે ભાણવડ નજીક કાટકોલા ગ્રામ પંચાયતમાં આ વૃદ્ધના લગ્ન થયાનું ખોટું રેકોર્ડ ઉભું કર્યું હતું.અને લગ્ન નોંધણી કરાવી તેના આધારે બોગસ દસ્તાવેજ ખોટી સહી કરી જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં એડવોકેટ અને નોટરી પાસે બનાવ્યો હોવાનું હોવાનું સામે આવ્યું હતું.અને પાંચ થી સાત કરોડ રૂપિયા ની કીમત ની આ જમીન માત્ર 40 લાખ રૂપિયામાં વેચાણ કરેલ હોવાનું જાણવા મળતા વૃદ્ધ ચોકી ઉઠ્યા હતા.આથી તેઓએ રોશનબેન નામ ધારણ કરનાર અજાણી મહિલા, ખાંભોદર નો ખીમા લખુ ગોઢાણીયા અને તપાસમાં ખુલે તે મળતીયા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા કીર્તિમંદિર પીઆઇ એચ.એલ.આહીરે વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ આ વિડીયો 

Advertisement