પોરબંદર
પોરબંદરમાં મોડી રાતે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરની કમલાબાગ પોલીસના બે પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.પુરપાટે દોડી આવી રહેલી કોસ્ટગાર્ડ અધિકારી ની જીપ કમ્પાસ કારે સર્કલ ને ટક્કર મારી હતી. જેમાં નાઇટ કોમ્બિંગમાં ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓને અતિગંભીર ઇજા પહોંચી હતી.અને બન્ને ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની નોબત આવી હતી.દરમિયાન રાજકોટ સારવાર માટે લઈ જવાઈ રહેલા ASIનું રસ્તામાં મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસબેડામાં શોક ની લાગણી જોવા મળે છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર કમલાબાગ પોલીસની હદમાં આવેલી વીરભનુની ખાંભી નજીક મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત થયો હતો.અહીંયા છાયા ચોકી તરફ થી આવી રહેલા કોસ્ટગાર્ડ અધિકારી દિલીપ સિંગ લક્ષ્મણ સિંગે પોતાની જીપ કમ્પાસ કાર પુરપાટ ચલાવી હતી.વીર ભનુ ખાંભી પાસે આવેલા સર્કલ પર બે પોલીસકર્મી ફરજ બજાવી રહ્યા હતા. કારની ટક્કરમાં આ બંને પોલીસકર્મીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પુરપાટે દોડી આવતી બેફામ જીપ કમ્પાસની ટક્કર એટલી ગંભીર હતી કે સર્કલ પણ બુકડો બોલી ગયું હતું.

ASI ગોવિંદભાઇ ગરચર અને જવાન મહેશ ઓડેદરા ફરજ પર હાજર હતા. બંને પોલીસકર્મીઓ નાઇટ કોમ્બિંગ કરી રહ્યા હતા કારે તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.બન્ને ને પ્રાથમિક સારવાર પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા.ત્યારે ત્યારે રસ્તામાં ઉપલેટા નજીક એ એસ આઈ ગોવિંદભાઈ ગરચર નું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સરળ સ્વભાવ ના ગોવિંદભાઈ નું મોત થતા પોલીસબેડા માં શોક નું મોજું ફરી વળ્યું છે.

મૃતક ગોવિંદભાઈ ગરચર ની ફાઈલ તસ્વીર
Advertisement