પોરબંદર
પોરબંદર માં પતંગ ના દોરા ના કારણે ઈજાગ્રસ્ત બનેલ વીસ જેટલા કુંજ પક્ષીઓ પરત વતન માં જઈ સકે તેમ ન હોવાથી પક્ષી અભયારણ્ય ના કાયમી મહેમાન બનવું પડ્યું છે.

પોરબંદરમાં મકરસંક્રાંતિ દરમ્યાન પતંગના દોર ને કારણે કુલ 198 પક્ષીઓને ઇંજા પહોંચી હતી.જ્યારે 12 પક્ષીઓના મોત થયા છે.જેમાં સૌથી વધુ 55 જેટલા વિદેશી કુંજ પક્ષી ઇજાગ્રસ્ત બન્યા હતા.આ કુંજ પક્ષીઓને સારવાર આપી હતી જેમાંથી 4 કુંજના મોત થયા હતા.જ્યારે 8 કુંજ પક્ષી પક્ષી અભયારણ્ય ખાતે સારવાર હેઠળ છે.જયારે વીસ જેટલા ઇજાગ્રસ્ત કુંજ પક્ષી લાબું અંતર કાપી શકે નહીં જેથી તેઓને ફરજીયાત પક્ષી અભયારણ્ય ખાતે રહેવું પડશે.અગાવ ના વરસો માં પણ પતંગના દોરને કારણે ઇંજા પામેલ 16 કુંજ પક્ષીઓએ એ પક્ષી અભયારણ્ય ખાતે કાયમી વસવાટ કર્યો છે.ત્યારે વધુ 20 કુંજો ને ફરજીયાત કાયમી વસવાટ કરવો પડશે.અને પોતાના વતન પહોંચી શકશે નહીં.માત્ર ઠંડા વાતાવરણ માં રહેવાયેલ આ પક્ષી ને કાળઝાળ ઉનાળા માં પણ ફરજીયાત અહી વસવાટ કરવો પડશે.

જુઓ આ વિડીયો 

સામાન્ય રીતે શિયાળા માં વિવિધ ઠંડા પ્રદેશો જેવા કે સાઈબીરીયા,રશિયા,મોંગોલિયા,અફઘાનિસ્તાન ,બલુચિસ્તાન વગેરે દેશો માંથી કુંજ પક્ષીઓ ગુજરાત ના વિવિધ જળ પલ્લવિત વિસ્તારો માં આવી પહોચ છે અને ઉનાળા ની શરુઆત થતા જ પોતાના વતન ભણી રવાના થઇ જતા હોય છે પરંતુ મકર સંક્રાંતિ ના તહેવારો દરમ્યાન પતંગ ના દોર માં ફસાઈ જવાથી ઈજાગ્રસ્ત બનેલી આ ૩૬ જેટલી કુંજો માં કાયમી ખોડ આવી ગઈ હોવાથી હવે તે ઉડી શકે તેવી સ્થિતિ માં નથી આથી તેને ફરજીયાત પોરબંદર ના પક્ષી અભયારણ્ય નું મહેમાન બનવું પડ્યું છે .માઈનસ ચાલીસ ડીગ્રી તાપમાન માં રહેવા ટેવાયેલ આ વિદેશી મહેમાનો માનવો ના પતંગ ના શોખ ને કારણે ફરજીયાત કાળઝાળ ગરમી હોય કે વરસાદ કોઈ પણ વાતાવરણ માં અહી રહેવું પડશે જો કે આ વિદેશી દેવદૂતો ને ખોરાક ની મુશ્કેલી ન પડે એ માટે અનેક પક્ષીપ્રેમીઓ દ્વારા આ પક્ષીઓ ને નિયમિત પણે ચણ નાખવા માં આવે છે તો બીજી તરફ વન વિભાગ દ્વારા પણ અમુક જે વધુ ઈજાગ્રસ્ત કુંજ છે તે ઉપરાંત મોર બગલા કબુતર સહીત ના પક્ષીઓ ને પીંજરા માં રાખવા માં આવ્યા છે અને તેની નિયમિત માવજત કરવા માં આવે છે

કુંજ પક્ષીઓ ખેતરોમાં તેમજ માનવ વસાહતથી દૂર પોરબંદર ના જલ પલ્લવિત વિસ્તારો માં ઉતરી આવે છે. ફૂલગુલાબી ઠંડીમાં તેમનું આગમન થાય છે અને લગભગ ચારેક માસ સુધી તે આપણા આંગણા શોભાવે છે. તેમની હાજરીથી સૂના વિસ્તારો કલરવથી ચહેકી ઊઠે છે. આતિથ્યભાવ માટે પ્રખ્યાત પોરબંદર ના લોકો કુંજને કુંજલડી કહે તે પ્રેમ અને આતિથ્યભાવ જ દર્શાવે છે. આપણી કેટલી ગુજરાતી પંક્તિઓમાં પણ આ પક્ષીઓ સ્થાન ધરાવે છે જે માનવી પક્ષી વચ્ચેના સ્નેહભર્યા સંબંધોને રજૂ કરે છે. તો કોઇ સખી પોતાના વાલમને પ્રેમભર્યો સંદેશ પાઠવવા આ કુંજલડીને માધ્યમ બનાવે. છે પરંતુ કેટલાક લોકો ના પતંગ ના શોખ ને કારણે દર વરસે અનેક નીર્દોસ પક્ષીઓ મોત ને ભેટે છે તો અનેક પક્ષીઓ માનવીય ભૂલ ના કારણે કાયમી અપંગ બની જાય છે

Advertisement