પોરબંદર
પોરબંદર શહેર મધ્યે આવેલ આર્યસમાજ અને પોસ્ટ ઓફીસ ના રસ્તે બનાવવામાં આવેલ સિમેન્ટ રોડ નબળી ગુણવતા ના કારણે બે વરસ માં બિસ્માર થઇ જતા ઉચ્ચ કક્ષા એ રજુઆતો બાદ કોન્ટ્રકટર દ્વારા તેનું નવીનીકરણ ની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ તેમાં આડેધડ ખોદકામ ના કારણે બી એસ એન એલ ના મુખ્ય કેબલ માં બે જગ્યા એ કચ્ચરઘાણ નીકળી જતા શહેર ના મુખ્ય વિસ્તારો ના ૧૨૦૦ જેટલા ફોન બંધ થઇ ગયા છે

પોરબંદર શહેર માં આવેલ રાણીબાગ થી આર્યસમાજ અને પોસ્ટ ઓફીસ સુધી જતો સિમેન્ટ રોડ બે વરસ પહેલા રાજકોટ ની જેપી સ્ટ્રક્ચર્સ કંપની દ્વારા કરોડો ના ખર્ચે બનાવવામાં આવ્યો જતો જે રસ્તો થોડા સમય માં જ બિસ્માર થઇ જતા રસ્તો ગેરંટી પીરીયડ દરમ્યાન જ બિસ્માર થયો હોવાથી આ અંગે પાલિકા એ અનેક વખત કોન્ટ્રાક્ટર ને લેખિત સુચના આપ્યા છતાં કોન્ટ્રકટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યાર બાદ આ અંગે જીલ્લા કક્ષા ના સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ માં રજૂઆત થતા કંપની ને બ્લેક લીસ્ટ માં મુકવાની તજવીજ હાથ ધરાતા કંપની દ્વારા આ રસ્તા નું નવીનીકરણ હાથ ધરાયું છે જેમાં આડેધડ રસ્તા નું ખોદકામ કરવામાં આવતા આર્યસમાજ સામે તેમજ આગળ ચાર રસ્તે એમ બે જગ્યા એ બી એસ એન એલ ના મુખ્ય કેબલો નો કચ્ચરઘાણ નીકળી ગયો છે જેના પગલે શહેર ના મુખ્ય વિસ્તારો ના ૧૨૦૦ જેટલા લેન્ડલાઇન ફોન બંધ થઇ ગયા છે તો બ્રોડબેન્ડ સર્વિસ ને પણ ખાસ્સી અસર થઇ છે બનાવ ની જાણ થતા બીએસએન એલ ના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કોન્ટ્રકટર કે પાલિકા દ્વારા બી એસ એન એલ ને જાણ કર્યા વગર જ ખોદકામ કરાતા મહત્વ ના કેબલો તૂટી જતા બી એસ એન એલ ને પણ નુકસાન થયું છે અને આ તમામ કનેક્શન નું સમારકામ કરવામાં એક અઠવાડિયું વીતી જવાથી ગ્રાહકો ને પણ ખુબ મુશ્કેલી ભોગવવી પડશે કેટલાક કેબલ નો જોઈન્ટ રોડ ની બીજી બાજુ હોવાથી તે રોડ પણ તોડવાની ફરજ પડશે.થયેલ નુકશાન અંગે ની જાણ કરવા બી એસ એન એલ દ્વારા પાલિકા ના અધિકારીઓ ને ફોન કરતા અધિકારીઓ એ મીટીંગ માં હોવાના બહાના કાઢી અને સ્થળ પર પણ ન આવ્યા હોવાનું બી એસ એન એલ ના વર્તુળો એ જણાવ્યું હતું અને હવે રસ્તા કે ગટર ના ખોદકામ અંગે બી એસ એન એલ સાથે સંકલન કરી ને જ તમામ કામગીરી કરવા પણ બી એસ એન એલ દ્વારા પાલિકા ને જણાવવામાં આવશે.