પોરબંદર
પોરબંદર રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા કલેકટર ને આવેદન પાઠવી રેવન્યુ પ્રેકટીસ કરતા વકીલોને જીલ્લા સેવા સદન -૧ માં બારરૂમ ફાળવી આપવા રજૂઆત કરી છે.
રાષ્ટ્રીવાદી જનચેતના પાર્ટી દ્વારા કલેકટર ને કરાયેલી રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં રેવન્યુને લગતી પ્રેકટીસ કરતા વકીલો ઘણા છે. જેઓ દસ્તાવેજ નોંધણી,મામલતદાર,નાયબ કલેકટર તથા કલેકટર,સીટી સર્વે ઓફીસ તથા અન્ય અનેક ઓફીસમાં વકીલો કામ કરે છે.અને તે માટે વકીલોને ફ્રેશ થવાની કે ઉઠવા બેસવાની કે પોતાનું કામ શાંતીથી અને વ્યવસ્થીત રીતે વકીલાતના વ્યાસાયની ગરીમા જળવાય તે રીતે કરી શકે તેવી કોઈ જગ્યા નથી.કે તેમને તેવી કોઈ જગ્યા ફાળવવામાં આવેલ નથી.
વકીલોએ પોતાનું કામ લોબીમાં ઉભા ઉભા કરવુ પડે છે.અને કોઈની રાહ જોવી હોય અથવા કામમાં વારો આવે તેમ ન હોય તો બહાર જીલ્લા સેવા સદનની સામે ખુલ્લામાં બેસીને કલાકો સમય પસાર કરવો પડે છે.આમ વકીલો પોતાના વ્યવસાયની ગરીમા જાળવી શકતા નથી.અને તેથી જો વકીલોને જીલ્લા સેવા સદન-૧ માં જ બારરૂમની ફાળવણી કરી આપવામાં આવે તો વકીલો ત્યાં જ પોતાનું તમામ કામ સહેલાઈથી કરી શકે.