પોરબંદર
પોરબંદર જીલ્લા માં રમતગમત અધિકારી દ્વારા ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી માં રમતગમત ના કાર્યક્રમો તથા ગાંધી સ્મૃતિભવન ના રીપેરીંગ માં લાખો રૂપિયા નો ભ્રષ્ટાચાર થયો હોવાના આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા આક્ષેપ કરાયા છે.અને આ અંગે મુખ્યમંત્રી ને પણ રજૂઆત થઇ છે.જો કે હાલ ના રમતગમત અધિકારી એ આ તમામ આક્ષેપ નકાર્યા છે.

પોરબંદર ના આર ટી આઈ એક્ટીવીસ્ટ કમ એડવોકેટ ભનુભાઈ ઓડેદરા દ્વારા મુખ્યમંત્રી ને લેખિત રજૂઆત કરાઈ છે જેમાં જણાવ્યું છે કે પોરબંદર જીલ્લા માં રમતગમત અધિકારી દ્વારા ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી માં રમતગમત ના કાર્યક્રમો તથા ગાંધી સ્મૃતિ ભવન ના રીપેરીંગ,જીલ્લા તાલુકા શાળાકીય રમતોત્સવ તથા છેલ્લા ત્રણ વરસ માં ખેલ મહાકુંભમાં અને બીજા લાખો રૂપિયા ના ખોટા વાઉચરો બનાવી અને લાખો રૂપિયા ની ઉચાપત કરવામાં આવી છે. માત્ર ત્રણ વરસ ના ખેલ મહાકુંભ માં જ ૭૫ લાખ જેવો ખર્ચ કરાયો છે.આથી આ અંગે તટસ્થ અધિકારી દ્વારા તમામ ખર્ચ નું ઓડીટ તથા ખરાઈ કરવામાં આવે તો લાખો રૂપિયા ની સરકારી ઉચાપત બહાર આવે તેમ છે.જેથી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
જો કે આ અંગે હાલ ના રમતગમત અધિકારી રસિકભાઈ મકવાણા ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે તેઓ તાજેતર માં બદલી થઇ ને અહી આવ્યા છે.તેમના આવ્યા પછી કોઈ ગ્રાન્ટ આવી નથી.અને અગાઉ પણ તેમની કચેરી માં કોઈ ભ્રષ્ટાચાર ન થયો હોવાનું તેઓએ જણાવ્યું હતું.ભનુભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવતા આગામી સમય માં તંત્ર દ્વારા તપાસ થાય છે કે કેમ અને થાય છે તો ભ્રષ્ટાચાર બહાર આવશે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે.

જુઓ આ વિડીયો 

Advertisement