પોરબંદર
પોરબંદરમાં કપાસ ખરીદી કેન્દ્ર શરૂ થવાની શક્યતા જણાઈ રહી છે.સમગ્ર રાજ્ય, જીલ્લા અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે આ વર્ષે ખૂબ જ સારી મેઘકૃપા થઈ છે ત્યારે ધરતીપુત્રો અને સમગ્ર જનમાનસ આનંદ વિભોર થયું છે ત્યારે પોરબંદર જીલ્લાના કપાસ પકવતા ખેડૂતો માટે તથા કપાસના વ્યાપાર, જીનીગ, પ્રેસીગ તથા કપાસીયા પીલાણ કરતી આેઈલ મીલો અને પશુઆહાર સાથે જોડાયેલા વેપાર-ઉદ્યાેગો-પશુપાલકો માટે ખૂબ જ ખુશીના સમાચાર મળી રહ્યા છે.
પોરબંદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સહીત વેપારી આગેવાનો એ સંયુક્ત રીતે કોટન કોર્પોરેશન આેફ ઈન્ડીયાનાં રાજકોટ િસ્થત જનરલ મેનેજર અને મુંબઈ િસ્થત સી.સી.આઈ. ના ડાયરેક્ટર ને મુદ્દાસર અને સાતત્યપૂર્ણ હકીકતોસભર ધારદાર રજુઆત પોરબંદરમાં કોટન કોર્પોરેશન આેફ ઈન્ડીયાનું કપાસ ખરીદી કેન્દ્ર પુનઃ ધમધમતું કરવા રજુઆત કરેલી હતી .
આ રજુઆતને પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક સહીત ના રાજકીય આગેવાનો એ પોતપોતાના લેવલથી જીલ્લાની વ્યાજબી માંગણીના સમથર્નમાં ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી આ વાજબી અને યોગ્ય માગણીને ગ્રાહ્ય રાખીને સકારાત્મક પ્રતિસાદ સી.સી.આઈ. ના અધિકારીઆે દ્વારા મળ્યો છે.
અત્રે નાેંધનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં તાલુકા કક્ષાના નાનામાં નાના સેન્ટરોમાં આ કેન્દ્ર હતું જ્યારે જીલ્લાકક્ષાનું પોરબંદર શહેર આ કપાસ ખરીદી કેન્દ્રથી વંચીત હતું. જે આગેવાનોના પ્રયત્નોથી સાકાર થવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતી પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે બીજી આેક્ટોબરે પોરબંદર ઉપિસ્થત રહેશે ત્યારે રિવરફ્રન્ટના લોકાર્પણ સાથે-સાથે કોટન કોર્પોરેશન આેફ ઈન્ડીયાનું ”કપાસ ખરીદી કેન્દ્ર” પણ મળી જ જશે તેવી શક્યતાઆે સાથેના સકારાત્મક સમાચાર મળી રહ્યા છે. તેથી ખેડૂતો, વ્યાપારીઆે તથા ઉદ્યાેગપતિઆેમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી છે.

Advertisement
Advertisement