પોરબંદર
પોરબંદર માં ફિશિંગ સીઝન દરમ્યાન અનેક વખત બોટો ને પરત બોલાવવામાં આવે છે.આથી આ અંગે થયેલ નુકશાન નો સર્વે કરાવવા માંગ ઉઠી છે.
પોરબંદર ભાજપ ફિશરીઝ સેલ નાં કન્વીનર વિશાલ મઢવી એ મત્સ્યોદ્યોગ મંત્રી ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા માચ્છીમારી સીઝન દરમ્યાન અનેક વખત હવામાન તથા કમોસમી વરસાદની સંભાવનાને કારણે તથા પવન ફુંકાવાની શકયતાને ધ્યાને લઈ તેને કારણે તમામ હોડી ત્થા બોટ ધારક માછીમારોને પરિપત્રો કરી તાત્કાલીક પરત બોલાવવામાં આવે છે.ત્યારે અધુરી ફીશીંગમાંથી બોટો પરત ફરતી હોવાથી બોટમાલિકોને લાખો રૂપિયાનું નુકશાન થાય છે.તેને કારણે બોટ માલિકોની દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે.તેથી અધુરી ફીશીંગમાંથી પરત આવતી બોટોમાં થતા નુકશાનનો સર્વે કરાવવા તથા માછીમારી બોટો અને હોડીમાં થયેલ નુકશાનનું વળતર મળવા અંગે વ્યવસ્થા કરવા રજૂઆત માં જણાવ્યું છે.