પોરબંદર
હાલ માં અનલોક ૫ દરમ્યાન સરકારે ૧૫ ઓક્ટોબર થી થીયેટર ને શરુ કરવા મંજુરી આપી છે.પરંતુ હાલ માં કોઈ નવી ફિલ્મ રીલીઝ ન થઇ હોવાથી પોરબંદર નું એક માત્ર સિનેમાઘર ડ્રીમલેન્ડ સિનેમા આજ થી શરુ થયું નથી.
કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું.અને જેને હવે ધીરે ધીરે હટાવવામાં આવી રહ્યું છે.અને અનલોક-5 માં આવતીકાલ તા ૧૫ ઓક્ટોબર થી સિનેમાઘરો ને ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવા મંજુરી અપાઈ છે.પરંતુ પોરબંદર શહેર નું એક માત્ર સિનેમાઘર ડ્રીમલેન્ડ સિનેમા આજ થી શરુ થયું નથી.

Advertisement

આ અંગે માહિતી આપતા થીયેટર ના માલિક કેશુભાઈ ઓડેદરા એ જણાવ્યું હતું કે હજુ મુંબઈમાં પણ થીયેટર શરુ થયા નથીં અને હાલ માં નવી ફિલ્મ રીલીઝ થઈ ન હોવાથી ડ્રીમલેન્ડ સિનેમા શરુ થશે નહી.આગામી ૩૦ ઓક્ટોબરે નવી ફિલ્મ રીલીઝ થશે ત્યારે સિનેમા શરુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં લાંબા સમયથી એકજ સીનેમાધર છે.અને અહીં નવી  ફિલ્મો માટે ફિલ્મ રસિયાઓ લાઈન લગાવતા હોય છે.ત્યારે કોરોના સમયથી બંધ રહેલ સીનેમાધર 15 તારીખે ખુલશે તેવી આશા સેવતા ફિલ્મ રસિયાઓએ વધુ  15 દિવસની રાહ જોવી પડશે.
હાલ તો આજે પોરબંદરનું સીનેમાધર ખુલ્યું નથી જેથી ફિલ્મ રસિયાઓ નિરાશ થયા છે. પરંતુ જયારે સિનેમા શરુ થશે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ બુકિંગ માટે માસ્ક અને આરોગ્ય સેતુ એપ ફરજીયાત રહેશે. દરેક બુકીંગમાં પ્રેક્ષકનો મોબાઇલ નંબર ફરજીયાત લેવાનો રહેશે. અને મોબાઈલ પર ટિકિટનો મેસેજ આવશે.થિયેટરોમાં અત્યારે નવી ફિલ્મો રિલીઝ નહિ થાય જેથી જૂની હિટ ફિલ્મો બતાવવામાં આવશે. દિવાળી બાદ નવી ફિલ્મો રિલીઝ થશે.દરેક શો માં ઈન્ટરવલ પહેલા અને પછી પ્રેક્ષકોને કોરોના જાગૃતિ માટેની એક મિનિટની ફિલ્મ બતાવવામાં આવશે.

Advertisement