પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદર માં ફાયનાન્સ કંપની ના એજન્ટ દ્વારા વાહનો ની લોન મંજુર કરાવ્યા બાદ લોન ની રકમ ન આપી અલગ અલગ ૨૩ લોકો સાથે ૬૮ લાખ ની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર ના ખાપટ માં આવેલ રવી પાર્ક માં રહેતા પરસોત્તમભાઈ પાંચાભાઈ સોલંકી (ઉવ ૫૧)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેને કાર લેવાની હોવાથી વાહન લે વેચ નું કામ કરતા અરભમભાઈ કારાવદરા સાથે ગત ૨૪-૯ -૨૦૧૯ ના રોજ અમદાવાદ ગયા હતા જ્યાંથી ચાર લાખ નેવું હજાર માં કાર ની ખરીદી કરી હતી.જેના ૫૦૦૦૦ તે વખતે રોકડા અને બીજા ૫૦૦૦૦ અરભમભાઈ ને આપવાના તથા બાકી ની રકમ કાર પર લોન કરાવ્યા બાદ અરભમભાઈ ને આપવાનું નક્કી કરાયું હતું.ત્યાર બાદ રાહુલ મથુરભાઈ રૂઘાણી નામનો તેના પરિચિત શખ્સ સાથે કાર ની લોન બાબતે વાત થઇ હોવાથી તેના ઘરે આવ્યો હતો.અને પોતે ભારતીય વિદ્યાલય ની સામે આવેલ બાલાજી કોમ્પ્લેક્સ માં એસ કે ફાયનાન્સ નામની કંપની નો એજન્ટ હોવાનું જણાવ્યું હતું.

જેથી પરસોત્તમભાઈ એ તેને પોતે ખરીદેલી કાર પર લોન ની કરાવવા ની વાત કરી હતી.આથી રાહુલે તમામ ડોક્યુમેન્ટ પર સહી કરાવી તેની પાસે થી છ કોરા ચેક પણ લઇ લીધા હતા.થોડા દિવસ બાદ રાહુલે તેની લોન મંજુર થઇ ગઈ હોવાનું જણાવતા પરસોતમભાઈ એ તેના ખાતા માં રકમ ક્યારે જમા થશે તેમ પૂછ્યું હતું.આથી રાહુલે લોન ની રકમ પોતાના ખાતા માં જમા થશે તેવું જણાવ્યું હતું.ત્યાર બાદ€ઘણા દિવસો વીત્યા પરંતુ રાહુલે તે રકમ આપી ન હતી.અને ઉલટા નું પરસોતમભાઇ ના ખાતા માંથી લોન ના પ્રથમ હપ્તા ની ૧૫,૨૨૨ની રકમ કપાત થઇ હતી.આ રીતે કુલ ૧૪ માસ સુધી રકમ કપાત થઇ હતી.

પરંતુ રાહુલ રકમ આપતો ન હતો.આથી તેઓએ ફાયનાન્સ કંપની માં તપાસ કરતા તેના નામ ની કુલ સાડા ચાર લાખ ની લોન થઇ હતી.આથી તેઓએ આ અંગે રાહુલ સામે ફરિયાદ અરજી આપી હતી.ત્યાર બાદ તેઓને એવી માહિતી મળી હતી કે આ રીતે અન્ય લોકો સાથે પણ રાહુલે છેતરપિંડી કરી નાસી ગયો છે.આથી તેઓએ તમામ ને સાથે રાખી એસપી ને રજૂઆત કરી હતી.ત્યાર બાદ આજે પરસોતમભાઇ ને ફરીયાદી તથા અન્ય ૨૨ લોકો ને સાહેદ બનાવી રાહુલ મથુરદાસ રૂઘાણી સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

જેમાં જણાવ્યું છે કે રાહુલે કાર ની લોન ના સાડા ચાર લાખ તથા બેંક માં ૧૪ હપ્તા ની કપાયેલી રકમ મળી કુલ 6,૬૩,૧૦૮ રૂપિયા ની છેતરપિંડી કરી છે.તથા આ રીતે જ અન્ય ૨૨ લોકો સાથે પણ ૬૧,૩૩,૪૨૯ રૂ ની છેતરપિંડી મળી કુલ ૬૭,૯૬,૫૩૭ રૂ ની છેતરપિંડી કરી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement