પોરબંદર
પોરબંદર માં વરસો પહેલા વિલા સર્કીટ હાઉસ સામે નવ ગ્રહ વાટિકા નું નિર્માણ કરવામાં આવ્યુ હતું.જે જાળવણી ના અભાવે ઉજ્જડ બની ગઈ છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્યાંય સાંભળવા પણ ન મળે તેવી નવલા નઝરાણા સમાન નવગ્રહ-રાશિ વાટિકા વરસો પહેલા પોરબંદરના ચોપાટી વિસ્તાર માં વિલા સર્કીટ હાઉસ ની સામે બનાવવામાં આવી હતી.પરંતુ રખરખાવના અભાવે અને પોરબંદરવાસીઓને આ દુર્લભ વાટિકાના મહત્વ વિષેની જાણકારી ન હોવાને લીધે કાલાંતરે આ વાટિકા ઉજ્જડ બની ગઈ છે.વર્ષ 2011 બાદ પાલિકા દ્વારા આ વાટિકામાં લોન વાવી તેને સાદા બગીચાનું રૂપ આપી દેવામાં આવ્યું છે.

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અગત્યના માનવામાં આવતા નવ ગ્રહ અને ૧૨ રાશિ ના દરેક રાશિ અને ગ્રહ મુજબના વૃક્ષોનું વાવેતર કરી નવગ્રહ-રાશિ વાટિકા નું અદભૂત સર્જન કરવામાં આવ્યું હતું.પરંતુ શહેરીજનો ને આ દુર્લભ વાટિકાના મહત્વની કોઈ જાણકારી ન હોવાને લીધે તેમજ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય રખરખાવનો અભાવ ના કારણે શહેર ના નવલા નઝરાણા સમાન નવગ્રહ-રાશિ વાટિકા આજે ઉજ્જડ બની ગઈ છે.આ વાટિકાના જીર્ણોદ્ધાર માટે નગરપાલિકા સાથે સ્વૈચ્છીક સંસ્થાઓ અને વનવિભાગ જો આગળ આવે તો પોરબંદરમાં ફરી આ નવગ્રહ રાશિ વાટિકારૂપી કલાત્મક સર્જન ખીલી ઉઠે તેમ છે.

Advertisement