પોરબંદર
પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ અને જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા હાલ 32માં માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે.તે અંતર્ગત પોરબંદર પોલીસમાં નવી ભરતીમાં જોડાયેલ મહિલા પોલીસને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી હતી.

પોલીસ ફરજ ઉપર હોય અને આસપાસના વિસ્તારમાં ક્યાંય અકસ્માત સર્જાય અથવા તો હાઇવે પર કોઈ અકસ્માત થાય ત્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી કેવી રીતે મદદરુપ બની શકાય,જેથી ઇજાગ્રસ્ત માણસને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સરળતા રહે અને ત્યાં સુધી ઇજામાં શકય તેટલી રાહત મળી રહે તેવા હેતુથી પોરબંદર ટ્રાફિક પોલીસ અને જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા પોરબંદર પોલીસની ભરતીમાં તાલીમ લઈ રહેલી બહેનોને પ્રાથમિક સારવાર તાલીમ આપવાનું પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનર અલ્પેશભાઈ નાંઢાએ વિગતવાર પ્રેક્ટિકલ ઉદાહરણો દ્વારા તાલીમ આપી હતી.આ પ્રાથમિક સારવાર તાલીમમાં ટ્રાફિક પીએસઆઇ તથા જેસીઆઈ પોરબંદરના સભ્યો અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement