પોરબંદર
પોરબંદરમાં નવયુગ એલુમની એસોસીએશનના હોદ્દેદારોની અગત્યની બેઠક યોજાઇ હતી.જેમાં સમારકામનું અવલોકન કર્યા બાદ અન્ય વિભાગના નવીનીકરણ માટે પણ ચર્ચા થઈ હતી.
પોરબંદર શહેરની જુની અને અગ્રેસર પ્રખ્યાત કવિ સ્વ. દેવજીભાઇ મોઢા સ્થાપિત નવયુગ એજયુકેશન સોસાયટી સંચાલિત નવયુગ વિદ્યાલયની ઐતિહાસિક ઇમારતના નવિનીકરણ માટે ભુતપૂર્વ વિદ્યાર્થી સંગઠને અપીલ કરતા શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અસંખ્ય વિદ્યાર્થીઓએ ઋણ અદા કરવાની ભાવનાથી આર્થિક યોગદાન આપીને શાળાના બાંધકામને મજબૂત બનાવવા કટિબધ્ધતા દર્શાવેલ છે.ઈમારતના નવિનીકરણથી આગામી વર્ષો સુધી સમાજના જરૂરીયાતમંદ લોકોના વિદ્યાર્થીઓને સરકારી ફીના ધોરણે ઉત્તમ શિક્ષણ મળી રહેશે.
નવેમ્બર-૨૦૨૧ની આરંભ થયેલ આ નવિનીકરણ અભિયાનને રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ પણ બિરદાવેલ છે.તાજેતરમાં નવયુગ એલુમની એસોસીએશના મુંબઇ સ્થિત સેક્રેટરી ડો. ઉષાબેન દેકીવાડીયા,અમદાવાદ સ્થિત ટ્રેઝરર ગીરીશભાઇ બખાઈ, પોલિટેકનીકના પૂર્વ પ્રિન્સીપાલ અને સિવિલ વર્કના તજજ્ઞ પી.વી. ગોહેલ,વંદનાબેન રૂપારેલ,એન્જી. નિરવભાઇ લાખાણી,સુનિલભાઇ ભરડવા, ઉત્સાહી એલ્મની વિજયભાઇ ઉનડકટ,પૂર્વ આચાર્ય પી.વી. કોટેચા વગેરેએ બે દિવસ શાળાની મુલાકાત લઇને થયેલા રીપેરીંગ કામનું અવલોકન કરેલ અને બાકી રહેતા રીપેરીંગ માટે આયોજન કરેલ હતું.
આ આયોજનમાં મુંબઇ સ્થિત સભ્ય મહેશભાઇ શેઠ તથા સભ્ય અને હાલ અમેરિકા સ્થિત સંગઠનના પ્રમુખ ડો. પ્રજ્ઞેશભાઇ મહેતા,અન્ય સભ્ય દુબઇ સ્થિત ગજરાજભાઇ રાણાવાયા તથા અમેરિકા સ્થિત મહેન્દ્રભાઇ ટોડાઇના માર્ગદર્શન અને સહકાર મળેલછે,
શાળના વર્ષો જુના ઇલેકટ્રીક ફીટીંગના નવિનીકરણનો આરંભ સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ હતો. શાળાના ઐતિહાસિક દેખાવને મજબૂત કરીને રીપેરીંગ કાર્ય પૂર્ણ કરવાનું આયોજન તમામ હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ હતું.ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના તમામ હોદ્દેદારો અને દાતાઓની શાળા પ્રત્યેની લાગણીને નવયુગ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારોએ બિરદાવેલ હતી.