પોરબંદર

પોરબંદર માં દોઢ માસ પહેલા એકલવાયી વૃદ્ધા ની હત્યા થઇ હતી.જે મામલે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે ભેદ ઉકેલી મૃતક ના બહેન ના જમાઈ ની ધરપકડ કરી છે.

પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા હિરીબેન બાબુભાઇ રાણાવાયા(ઉવ ૬૫) નામના વૃદ્ધાનું ગત તા. 13/4 ના રોજ મૃત્યુ થયું હતું.જે અંગેની નોંધ કમલાબાગ પોલીસ મથકે નોંધાયા બાદ પીએમ રીપોર્ટ માં આ વૃદ્ધાનું મોત કુદરતી નહિ પણ મોઢા તથા નાક પર કોઈ પ્રકારે મૂંગો દેવાના કારણે ગૂંગળામણથી શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવતા હત્યા અંગેની ફરિયાદ નોંધાઈ હતી.

હત્યા ના આ બનાવ માં શકદાર તરીકે કડીયાકામ કરતા યુવાન નું નામ પણ ફરિયાદમાં નોંધાયું હતું.જે હત્યાનો ભેદ ઉકેલવા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.અને સીસીટીવી કેમેરાની મદદથી અને બાતમીના આધારે હીરીબેન ની હત્યા તેની બહેન ના જમાઈ અરજન મશરી ઓડેદરાએ નીપજાવી હોવાનું સામે આવ્યું હતું.આથી તેની ધરપકડ કરી ઊંડાણ પૂર્વક પુરછપરછ કરતા અરજણે આ હત્યા ની કબુલાત આપી હતી.

હત્યા કરનાર અરજણ રાણાવાવના ગોપાલપરા વિસ્તાર માં આવેલ પાતાર કુવા પાસે રહે છે ને રીક્ષા ચલાવે છે.તેની આર્થિક સ્થિતિ સારી ન હતી અને દેવું થઈ જતા નાણા ની લાલચમાં હત્યા નિપજાવી હોવાનું પોલીસને જણાવ્યું હતું.હીરીબેન અગાઉ પોસ્ટ ઓફીસ માં નોકરી કરતા હોવાથી તેની પાસે રોકડ તથા દાગીના હોવાની તથા તેઓ એકલવાયું જીવન જીવતા હોવાની માહિતી અરજણ પાસે હતી આથી તેણે હત્યા નીપજાવી હતી.જો કે હત્યા બાદ કેટલી રોકડ અને દાગીના ની ચોરી કરી છે.તે આરોપી ની રિમાંડ દરમ્યાન સામે આવશે તેવું પોલીસે જણાવ્યું છે.

જુઓ આ વિડીયો

Advertisement