પોરબંદર
સામાન્ય રીતે દિવાળી ના પર્વ દરમ્યાન પોરબંદર ખાતે મોટી સંખ્યા માં પ્રવાસીઓ ઉમટી પડે છે.પરંતુ કોરોના મહામારી ને લઇ ને આ વખતે યાત્રાળુઓ ની સંખ્યા માં મોટો ઘટાડો થયો છે.શહેર ના પ્રવાસન સ્થળો એ જુજ યાત્રાળુઓ જ નજરે ચડી રહ્યા છે.સોમનાથ દ્વારકાના દર્શનાર્થે આવતા પ્રવાસીઓ પોરબંદરમાં અચૂક રોકાય છે, પરંતુ કોરોના મહામારીને પગલે અન્ય રાજ્યમાંથી આવતી ટ્રેન હજૂ સુધી બંધ હોવાના કારણે પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો છે. પોરબંદરમાં આવેલા કીર્તિમંદિર દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ હવે પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળે છે.

પોરબંદર એ મહાત્મા ગાંધી ના જન્મસ્થળ તથા સુદામા મંદિર ના કારણે એક મહત્વ નું યાત્રાધામ અને પ્રવાસન સ્થળ હોવાથી અહી દિવાળી ના તહેવાર દરમ્યાન મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવતા હોય છે.અને તમામ સ્થળો એ ખુબ ભીડ જોવા મળતી હોય છે.પરંતુ આ વખતે કોરોના મહામારી ને લઇ ને લોકો ઘરે જ તહેવાર ઉજવવાનું પસંદ કરતા હોવાથી પોરબંદર આવતા યાત્રાળુઓ ની સંખ્યા માં મોટો ઘટાડો થયો છે.હાલ માત્ર ગણ્યાગાંઠ્યા પ્રવાસીઓ જ પોરબંદર આવે છે.એક સમયે પ્રવાસીઓ થી ભરચક રહેતા સુદામા મંદિર ,ચોપાટી,કીર્તિ મંદિર વગેરે સ્થળો એ હાલ માત્ર જુજ પ્રમાણ માં જ પ્રવાસીઓ નજરે ચડે છે.અન્ય રાજયોમાંથી આવતી મોટા ભાગની ટ્રેન હજૂ બંધ હોવાને કારણે પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો છે.કોરોનાને કારણે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલો હોટલ બિઝનેસને પણ ફટકો પડ્યો છે. એક સમય હતો, જ્યારે તહેવારોના દિવસોમાં હોટલો ગ્રાહકોથી ભરચક રહેતી. પરંતુ કોરોનાને કારણે લોકડાઉન બાદ 5 ટકા ગ્રાહકો પણ આવતા નથી, તેમ હોટલ માલિકોએ જણાવ્યું હતું.

Advertisement