પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદરમાં બાળકોને બિભત્સ ફોટા બતાવી કલાસરૂમમાં નગ્ન નાચ કરાવવાના આરોપમાં શિક્ષીકા નિર્દોષ જાહેર થયા છે.પોરબંદરમાં સને ર૦૧૭માં અતિ ચકચારી બનેલા અને સમગ્ર ગુજરાતમાં જેની ચર્ચા થતી હતી તે પોરબંદરની શારદા મંદિર પે.સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ઇલાબેન ગોસ્વામી સામે એવા મતલબની ફરીયાદ નોંધાવેલી હતી કે, આ શિક્ષિકા પોતાના મોબાઇલ ફોનમાં બાળકોને બિભત્સ ફોટાઓ બતાવી બાળકોના કપડા કઢાવી તેના નગ્ન નાચ કલાસરૂમમાં કરાવે છે. તેવા મતલબની ફરીયાદના આધારે ઇલાબેન ગોસ્વામીની ધરપકડ થયેલી હતી અને તે રીતે સામાન્ય સંજોગોમાં બાળકોને સેકસ્યુઅલ હેરેસમેન્ટ એટલે કે, પોકસો ની કલમ પુરૂષો ઉપર જ લગાડવામાં આવે છે પરંતુ સમગ્ર ગુજરાતમાં આ પહેલો બનાવ હશે કે કોઇ મહીલા સામે આવી ફરિયાદ થયેલી હોય. આ સંબંધેનો કેસ પોરબંદરના સ્પેશ્યલ પોકસો એન્ડ સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતાં અને કોર્ટમાં આરોપીના એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી દ્રારા તમામ સાક્ષીઓની ઉલટ તપાસ કરેલી હતી. એટલું જ નહીં રેકર્ડ ઉપરની જુબાનીમાં ઇલાબેનના કલાસમાં કેટલા બાળકો હતા અને તે પૈકી માત્ર ૬ બાળકોના નિવેદનો કેમ લેવામાં આવ્યા અને બાકીના બાળકોના નિવેદન કેમ લેવામાં આવેલ નથી. તે સંબંધેનો કોઇ ખુલાસો તપાસનીસ અધિકારી પી.આઇ. કરી શકેલ ન હોય એટલું જ નહી પોકસો એકટની જોગવાઇ મુજબ તમામ બાળકોના વિશેષ નિવેદન ક્રિ.પ્રો. કોડ કલમ –૧૬૪ મુજબ મેજીસ્ટ્રેટ રૂબરૂ લેવા ફરજીયાત હોય તે પણ લેવામાં આવેલ ન હોય એટલું જ નહીં ઇલાબેન પાસેથી મોબાઇલ કબ્જે કરીને પોલીસે વિશેષ તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલાવેલ હોય પરંતુ એફએસએલના રીપોર્ટ મુજબ પોલીસે કબ્જે કરેલ મોબાઇલમાં બીભમત્સ ફોટા બતાડી શકાય કે, જોય શકાય તેવી કોઇ સુવિધા જ ન હોય અને મોબાઇલમાં આવું કાંઇ રેકોડીંગ પણ ન હોય તે સંબંધેનો સ્પષ્ટ અભિપ્રાય પણ કોર્ટમાં રજુ કરેલો હોય એટલું જ નહીં પોલીસ અધિકારીની જુબાની મુજબ બાળકોના નિવેદન સાંજે સ્કુલ ઉપર લેવામાં આવેલ હોવાનું જણાવેલ છે પરંતુ આ બાળકોને સ્કુલે કોણે બોલાવ્યા, બાળકો સ્કુલે શા માટે આવ્યા, તેના વાલીઓને કોણે બોલાવેલા બાકીના બાકળોને કે, વાલીઓને કેમ બોલાવવામાં આવેલ નહીં. તેવી તમામ બાબતો રેકર્ડ ઉપર તપાસનીસ અધિકારી જણાવી શકેલ નહીં. અને તે રીતે કોઇના પણ દ્રારા કાવતરૂ રચી ઇલાબેન ને હેરાન કરવાના ઇરાદે જ આખી ખોટી ફરિયાદ કરેલ હોવાનું રેકર્ડ ઉપર પુરવાર થતા અને તેના આધારે પોરબંદરના એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ ભટ્ટ દ્રારા ઇલાબેન ગોસ્વામીને નિર્દેાષ છોડી મુકવાનો હુકમ કરેલો હતો. તે રીતે એક સમયે પોરબંદરમાં અતિ ચકચારી બનેલો આ બનાવ પ્રાથમિક દ્રષ્ટ્રિએ અને કોર્ટમાં ચાલેલી કાર્યવાહી અનુસંધાને ખોટી ફરિયાદ હોવાનું પુરવાર થયેલુ હોય અને તે સબંધે આરોપીના એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી દ્રારા વિગતવાર દલીલ કરતા અને પોલીસ દ્રારા શંકારહીત કાર્યવાહી કરેલ હોવાનું પુરવાર થતુ ન હોય અને બનાવ સંબંધેનું કોઇ તથ્ય રેકર્ડ ઉપર ફલીત થયેલુ ન હોય કે, કોઇ સાક્ષીઓએ કે, સાહેદોએ કે પંચોએ પણ કેસને સમર્થન આપેલ ન હોય તેવી વિગતવાર દલીલ કરતા કોર્ટ દ્રારા પોલીસ રેકર્ડ તથા કોર્ટમાં થયેલી જુબાનીઓ તથા એડવોકેટની દલીલના આધારે આરોપી ઇલાબેન ગોસ્વામી ને નિર્દોષ છોડવાનો હુકમ કરેલો હતો. આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા તથા નવઘણ જાડેજા રોકાયેલા હતા.

Advertisement